શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં રાજકીય અદાવતમાં જેની હત્યા થઈ તે ભાજપના નેતા છે કોણ? જાણો વિગત
હિરેન પટેલ ઝાલોદ પાલિકામાં ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ સમાજિક અને રાજકીય આગેવાન હતા. ત્રણ મહિના પહેલા પોતાના મુવાડાનાકા સ્થિત ઘરેથી વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા હિરેન પટેલની હત્યા કરવામાં આવી હતી.
દાહોદઃ ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલર અને ભાજપના નેતા હિરેન પટેલની હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એટીએસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, હિરેન પટેલની રાજકીય અદાવતમાં હત્યા થઈ છે. ઝાલોદના કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈના ઈશારે આ રાજકીય હત્યા કરવામાં આવી છે. એટીએસે હરિયાણામાંથી ઈમરાન ગુડાલા ઉર્ફે ઈમુ ડાંડની ધરપકડ કરી છે. ઝાલોદના MLA ભાવેશ કટારાના ભાઈ અને પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારા હત્યા કેસમાં સામેલ હોવાની માહિતી સામે આવી છે. ઈમરાન અને અમિત કટારાએ મળીને સમગ્ર હત્યાનું કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. આ હત્યા કેસમાં અન્ય કોઈ રાજકીય આગેવાનની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે.
ત્રણ મહિના પહેલા હિરેન પટેલની હત્યા થઈ હતી. હિરેન પટેલ ઝાલોદ પાલિકામાં ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ સમાજિક અને રાજકીય આગેવાન હતા. ત્રણ મહિના પહેલા પોતાના મુવાડાનાકા સ્થિત ઘરેથી વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા હિરેન પટેલને રસ્તા પર પરિચિત વ્યક્તિએ ઇજાગ્રસ્ત હાલતમાં ઝાડીમાં પડેલા જોયા હતા, જેથી તેમણે તરત જ તેમના પરિવારજનોને જાણ કરી દીધી હતી.
હિરેન પટેલને પહેલા ઝાલોદની સુન્દરમ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે લઇ જવાયા હતા. આ પછી તેમને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રેફર કરાયા હતા. જોકે, તેમનું રસ્તામાં જ મોત થઈ ગયું હતું. નગર સેવક હિરેન પટેલને ઈરાદા પૂર્વક વાહનની ટકકર મારી હત્યા કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. પુત્ર પંથ હિરેન પટેલે ઝાલોદ પોલીસે સ્ટેશને આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement