શોધખોળ કરો
Advertisement
આગામી 48 કલાકમાં ગુજરાતમાં કેમ પડશે સૌથી વધુ વરસાદ? જાણો કારણ
બંગાળનું લો પ્રેસર વરસાદી માહોલ લઇને રાજ્ય તરફ આવી રહ્યું છે. જેને લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ: ગુજરાતમાં રાજ્યમાં અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશન સક્રિય થયું છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળનું લો પ્રેસર વરસાદી માહોલ લઇને રાજ્ય તરફ આવી રહ્યું છે. જેને લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
નૈઋત્ય પવન સાથે વરસાદ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગની આગામી પાંચ દિવસ ગુજરાતમાં સારો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવે ચોમાસું ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેની અસર આગામી 27મી તારીખ સુધી સારી જોવા મળી રહેશે. ચોમાસું દક્ષિણ અને પૂર્વ ભારતથી પશ્ચિમ તરફ આવી રહ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે અમદાવાદમાં પણ બે દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગનાં અધિકારી જયંત સરકારનાં જણાવ્યાં પ્રમાણે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ સામાન્ય વરસાદથી ભારે વરસાદની આગાહી છે જ્યારે દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમદાવાદમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.
રવિવારે મોડી રાતથી વાતાવરણમાં પલટો આવ્યાં બાદ 26થી 28 જૂન વચ્ચે અમદાવાદમાં વરસાદની શક્યતા સૌથી વધુ છે. 26 જૂનથી અમદાવાદમાં પવનની ગતિ વધશે. જેથી વાતાવરણમાં ઠંડક વધતાં ગરમીનો પારો 1થી 2 ડિગ્રી ગગડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement