શું ગુજરાતમાં લાગશે લોકડાઉન ? રૂપાણી સરકાર આવતીકાલે લઈ શકે છે મોટો નિર્ણય
ગુજરાતમાં સતત વધી રહેલ કોરોના વાયરસને જોતા ભાજપના જ અનેક ધારાસભ્યોએ ગુજરાતમાં લોકડાઉન લગાવાવની માગ કરી છે.
રાત્રી કર્ફ્યૂમાં ફેરબદર થશે કે નહીં તે પર પ્રદીપસિંહ જાડેજાએ મોટું નિવેદન આપ્યું છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે રાત્રી કર્ફ્યૂમાં ફેરબદલ કરવો કે નહીં અને વેપાર ઉદ્યોગમાં કેટલી છૂટ આપવી કે નહીં તેના પર હવે નિર્ણય કરવામાં આવશે. અવધિ પૂર્ણ થયા બાદ જે તે તાલુકામાં સ્થિતિ જોઈને કોર કમિટીમાં આ અંગે નિર્ણય લેવાશે.
નોંધનીય છે કે, સરકારે લગાવેલા નિયંત્રણ 12 મેના રોજ પૂરા થઈ રહ્યા છે. એટલે આગમી એક બે દિવસમાં સરકાર આ નિયંત્રણને આગળ લંબાવવા કે પછી તેમાં છૂટછાટ આપવી તેને લઈને નિર્ણય કરશે.
બીજી બાજુ ગુજરાતમાં સતત વધી રહેલ કોરોના વાયરસને જોતા ભાજપના જ અનેક ધારાસભ્યોએ ગુજરાતમાં લોકડાઉન લગાવાવની માગ કરી છે. ત્યારે આવતીકાલે રૂપાણી સરકાર ગુજરાતમાં લોકડાઉન લગાવવું કે નહીં તેને લઈને પણ નિર્ણય લઈ શકે છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના નવા 11,592 કેસ નોંધાયા છે. જેની સામે 14,931 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ગઈકાલે કોરોના સંક્રમણના કારણે 117 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8511 પર પહોચ્યો છે.
રાજ્યમાં ગઈકાલે 14931 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,47,935 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,36,158 પર પહોંચ્યો છે. જેમાંથી 792 લોકો વેન્ટિલેટર પર અને 1,35,366 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.11 ટકા છે.
ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન 7, મહેસાણામાં 4, વડોદરા 5, જામનગર કોર્પોરેશમાં 8, રાજકોટ કોર્પોરેશન 5, જૂનાગઢ 5, સુરત 3, બનાસકાંઠા 2, પંચમહાલ 1, રાજકોટ 6, દાહોદ 1, કચ્છ 4, જામનગર 6, જૂનાગઢ કોર્પોરેશન 3, ભાવનગર કોર્પોરેશમાં 4, ગીર સોમનાથમાં-2, અમરેલી 2, મહીસાગર 1, ખેડા 2, આણંદ 0, સાબરકાંઠા 3, ગાંધીનગર 0, પાટણ 2, અરવલ્લી 0, ભાવનગર 0, વલસાડ 0, ગાંધીનગર કોર્પોરેશન 1, ભરૂચ 2, સુરેન્દ્રનગર 2, નવસારી-0, નર્મદા 1, દેવભૂમિ દ્વારકા-2, છોટા ઉદેપુર 2, અમદાવાદ 1, મોરબી 0, બોટાદમાં 1, પોરબંદર 1, તાપી 1 અને ડાંગ 0 મોત સાથે કુલ 117 લોકોના મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 3194, સુરત કોર્પોરેશન-823, વડોદરા કોર્પોરેશન 751, મહેસાણામાં 507, વડોદરા 479, જામનગર કોર્પોરેશમાં 333, રાજકોટ કોર્પોરેશન 319, જૂનાગઢ 284, સુરત 269, બનાસકાંઠા 266, પંચમહાલ 254, રાજકોટ 253, દાહોદ 246, કચ્છ 244, જામનગર 232, જૂનાગઢ કોર્પોરેશન 230, ભાવનગર કોર્પોરેશમાં 214, ગીર સોમનાથમાં-200, અમરેલી 183, મહીસાગર 181, ખેડા 164, આણંદ 157, સાબરકાંઠા 156, ગાંધીનગર 152, પાટણ 151, અરવલ્લી 133, ભાવનગર 124, વલસાડ 123, ગાંધીનગર કોર્પોરેશન 117, ભરૂચ 115, સુરેન્દ્રનગર 113, નવસારી-108, નર્મદા 90, દેવભૂમિ દ્વારકા-87, છોટા ઉદેપુર 81, અમદાવાદ 69, મોરબી 67, બોટાદમાં 38, પોરબંદર 38, તાપી 35 અને ડાંગ 12 કેસ સાથે કુલ 11592 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,03,94,150 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 33,55,185 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,37,49,335 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 18થી 44 વર્ષ સુધીના 29,817 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 35,180 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,32,466 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.