શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં 19 જૂને રાજ્યસભાની ચૂંટણી પતતાં ફરી લોકડાઉન લાદવામાં આવશે ? નીતિન પટેલે શું આપ્યો જવાબ ?
ગુજરાતમા કોરોનાના વધતા કેસો ચિંતાનો વિષય છે. દેશનાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે અને સ્થિતી વધુ ગંભીર બની છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના કેસોની સંખ્યા વધતી જ જાય છે અને સ્થિતી વધુને વધુ ગંભીર બની રહી છે. ગુજરાતમાં પહેલીવાર કોરોનાના કેસે 500નો આંકડો પાર કર્યો છે અને બુધવારે અત્યાર સુધીમાં સૌથી વધુ 510 કેસો નોંધાતાં લોકોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે.
બીજી તરફ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ફરી એક વાર લોકડાઉન લાદવાની તૈયારી કરી રહી હોવાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે. તેના કારણે ગુજરાતમાં પણ ફરી સંપૂર્ણ લોકડાઉન લદાશે એવી અટકળો ચાલી રહી છે. ભારત સરકારે આ અટકળોને ખોટી ગણાવી છે તો ગુજરાત સરકારે પણ આ અટકળોને રદિયો આપ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં લોકડાઉન લંબાવવામાં આવશે એવી વાતોને અફવા ગણાવીને નકારી કાઢી છે એવો દાવો ગુજરાતના એક ટોચના અખબારે કર્યો છે.
ગુજરાતના એક ટોચના અખબારના અહેવાલ પ્રમાણે રાજસ્થાનમાં કોરોના વકરતાં સરહદો ફરી સીલ કરવામાં આવતાં ગુજરાતનાં લોકોમાં એવી અટકળો વહેતી થઇ હતી કે, ગુજરાતમાં ફરી એક વાર લોકડાઉન આવશે. આ અહેવાલમાં દાવો કરાયો છે કે, લોકોમાં એવી ય ચર્ચા છે કે,રાજ્યસભાની ચૂંટણીને કારણે અનલોક-1 જાહેર કરી રાજ્ય સરકારે વધુ છૂટછાટ આપી છે પણ રાજ્યસભાની ચૂંટણી પતતાં જ 19 જૂનથી ફરી સંપૂર્ણ લોકડાઉન લાદી દેવાશે. આ અહેવાલમાં સ્પષ્ટતા કરાઈ છે કે, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આ વાતને અફવા ગણાવી છે અને ગુજરાતમાં લોકડાઉન લાદવાની કોઈ યોજના નહીં હોવાનું સ્પષ્ટ કર્યું છે.
ગુજરાતમા કોરોનાના વધતા કેસો ચિંતાનો વિષય છે. દેશનાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે અને સ્થિતી વધુ ગંભીર બની છે. મુંબઇ અને દિલ્હીમાં કમ્યુનિટી ટ્રાન્સમિશનની દહેશત નિષ્ણાતોએ વ્યક્ત કરી છે પણ ગુજરાતમાં હજુ એ સ્થિતી નથી છતાં કોરોનાના વધતા કેસોના કારણે લોકોમાં ચિંતા તો છે જ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
બિઝનેસ
Advertisement