Gujarat Weather: આજથી 4 દિવસ રાજ્યના આ જિલ્લામાં ધોધમાર વરસાદ સાથે 40 કિમી ઝડપે ફૂંકાશે પવન
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
Gujarat Weather:હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
IMDના અનુમાન મુજબ બિપરજોય વાવાઝોડાનો ખતરો હવે ગુજરાત પર નથી. બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે અથડાશે નહિ તેથી તેની ભીષણ અસર ગુજરાત પર નહી જોવા મળે. ચક્રવાત પોરબંદરથી લગભગ 200-300 કિમી અને નલિયાથી 200 કિમી દૂર પસાર થવાની સંભાવના છે. જો કે આગામી 4 દિવસ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
ક્યા વરસાદનું અનુમાન
ગુજરાતમાં વાવાઝોડાની અસરના કારણએ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, પોરબંદર, દ્વારકા, ઓખા, નલિયા, માંડવી, વલસાડ, નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે.
વાવઝોડું ધીરે ધીરે ગુજરાતના દરિયાકિનારા નજીક આવી રહ્યું છે. પરંતુ તે ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે નહિ તેથી ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. જો કે આગામી 4 દિવસ 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે અને ગુજરાતના દરિયાઇ કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી શકે છે. વાવાઝોડાની હાલની સ્થિતિને જોતા. તમામ પોર્ટ પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.
ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં ક્યારે પડશે વરસાદ ?
11 જૂન
12 જૂન
સુરત , નવસારી , વલસાડ , રાજકોટ , જામનગર , પોરબંદર , જૂનાગઢ , અમરેલી , ભાવનગર , દેવભૂમિ દ્વારકા , ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
13 જૂન
પાટણ , ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની વધારે શક્યતા છે.
14 જૂન
અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની વધારે શક્યતા છે.