Rain: બનાસકાંઠામાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો, એરંડા, જીરું, બટાકાના પાકને મોટા નુકસાનની ભીતિ
આજે વહેલી સવારથી જ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતુ, રાજ્યના ફરી એકવાર કાતિલ અને કડકડતી ઠંડીને લઈને આગાહી કરવામાં આવી હતી
Winter and Cold Wave Return: રાજ્યમાં ફરી એકવાર ઠંડી રિટર્ન થઇ ગઇ છે. આજથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને અન્ય જિલ્લાઓમાં વહેલી સવારથી વાતાવરણમાં એકદમ ઠંડક અને વરસાદી માહાલો સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લાના વહેલી સવારથી ઠેક ઠેકાણે વરસાદી ઝાંપટા શરૂ થયા છે, જિલ્લાના ધાનેરા અને થરાદ વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે.
આજે વહેલી સવારથી જ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતુ, રાજ્યના ફરી એકવાર કાતિલ અને કડકડતી ઠંડીને લઈને આગાહી કરવામાં આવી હતી, જે પ્રમાણે આજે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ધાનેરા અને થરાદ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી જ થરાદમાં ભારે પવન અને ગાજવીજ વરસાદ વરસ્યો હતો. ધાનેરાના બાપલા, વાંછોલ, કુંડી વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. પાક લેવાની તૈયારી સમયના વરસાદથી નુકસાન થવાની પુરેપુરી શક્યતાઓ છે. કાપણી કરાયેલો રાયડો પલળતા નુકસાન પહોંચ્યુ છે, જિલ્લામાં એરંડા, બટાકા, જીરું સહિતના પાકને નુકસાન પહોંચ્યુ છે.
આગામી દિવસોમાં ફરી એકવાર ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત રહેશે. આગામી પ્રમાણે આગામી 21થી 25 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં તાપમાન ઘટશે અને ઠંડીનો ચમકારો જોવા મળશે. આજે બનાસકાંઠા જિલ્લા ઉપરાંત દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. દાહોદ શહેર અને ગ્રામ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ લઈને ખેડૂતોમાં ચિંતા પેઠી છે. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યુ હતુ, વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોમાં ચિંતા છે. અહીં પણ જો કમોસમી વરસાદ થાય તો નુકસાનની શક્યતા વધુ છે.
રાજ્યમાં કાતિલ ઠંડીને લઈ હવામાન વિભાગે કરી આગાહી, બે રાજ્યોમાં શીત લહેરનું એલર્ટ
ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશના અનેક રાજ્યો માટે સામાન્યથી ભારે વરસાદ અને બે રાજ્યોમાં શીત લહેરનું એલર્ટ આપ્યું છે. ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા તાપમાન નીચું જવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનું જોર વધશે. ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે. આ સાથે પવનની ગતિ પ્રતિ કલાકે 30થી 40 કિલોમીટરની ઝડપની રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. વરસાદની કોઇ શક્યતા નથી. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ આગાહી નથી. હવામાન વિભાગ અનુસાર, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરાખંડ, ઉત્તર રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાન 4-8 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે. દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશમાં 8થી 12 ડિગ્રી નોંધાયું છે.
હાલ સમગ્ર ગુજરાત ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્રણ દિવસ ગુજરાતમાં કાતિલ ઠંડી રહેશે. અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડશે. આગામી સમયમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો અનુભવ થશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. અનેક શહેરમાં કાતિલ ઠંડી પડી રહી છે. ફેબુઆરી મહિનામાં ઠંડીનું જોર વધ્યું છે. કારણ કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં જોઈએ તેવી ઠંડી પડી નથી.
અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ગુજરાતના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 12 ફેબ્રુઆરી સુધી શિયાળા જેવો માહોલ જામશે. રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ છે.