શોધખોળ કરો
Advertisement
મોડી રાતે અને વહેલી સવારે ગુજરાતમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો, ઠંડીને લઈ હવામાન વિભાગે શું કહ્યું? જાણો
બે દિવસથી ગુજરાતના લોકોને મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો ચમકારો વર્તાવા લાગ્યો છે.
ગુજરાતમાં આ વખતે ચોમાસું સિઝનમાં 138 ટકા કરતાં વધુ વરસાદ વરસ્યો હતો. ત્યારે લાબાં વિરામ બાદ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ સર્જાયો હતો તેમજ ઉકળાટ અને બફારો વધતા લોકો પરેશાન થઈ ગયાં હતા. પરંતુ બે દિવસથી ગુજરાતના લોકોને મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો ચમકારો વર્તાવા લાગ્યો છે. ખુલ્લા આસમાન નીચે સૂઈ રહેતા લોકોએ તો રાત્રે ચાદરો ઓઢવા મજબુર થવું પડયું છે. બંધ મકાનોમાં સવાર સુધી ચાલુ રહેતા એ.સી.ની સ્વિચો મોડી રાતે બંધ કરવી પડે તેવી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.
અરબી સમુદ્રમાં સર્જાયેલ સાઇક્લોનિક સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો હતો. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સિવાય ઉત્તર ગુજરાતના કેટલાંક તાલુકાઓમાં પણ હળવાથી ભારે વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં સતત પાંચ-છ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેતા હવામાં પણ ભેજનું પ્રમાણ વધ્યું હતું. બીજી તરફ મહત્તમ તાપમાનનો પારો ઊંચકાતાં બફારો વધવા લાગ્યો હતો. આમ અસહ્ય ઉકળાટથી લોકો પરસેવે રેબઝેબ થયાં હતાં. જોકે ગુરૂવારથી ગુજરાતમાં ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ થયો છે.
હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે, હવે ધીરે ધીરે શિયાળાની ફુલ ગુલાબી ઠંડીમાં વધારો જોવા મળશે. આગામી દિવસોમાં ગાત્રો થિજવતી ઠંડીનો શહેરીજનોએ અહેસાસ કરવો પડશે. લઘુતમ તાપમાનનો પારો પણ થોડા દિવસોમાં જ ગગડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion