શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં ક્યારથી થશે શિયાળાની શરૂઆત, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
રાજ્યમાં હાલ ચોમાસું સમાપ્ત થઈ ગયું છે છતાં કેટલાક વિસ્તારમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે.
ગાંધીનગર: રાજ્યમાં હાલ ચોમાસું સમાપ્ત થઈ ગયું છે છતાં કેટલાક વિસ્તારમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 નવેમ્બર સુધી લોકોએ ડબલ સીઝનનો અનુભવ કરવો પડશે. રાજ્યમાં 15 નવેમ્બરથી શિયાળાની સીઝનની શરુઆત થશે.
હાલ બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, અત્યારે આંદામાનનાં દરિયામાં લો પ્રેશર સક્રિય થયું છે પરંતુ તેની અસર ગુજરાતમાં નહિ જોવા મળે. હવામાન વિભગના જણાવ્યા અનુસાર હજુ દક્ષિણ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. હાલમાં ચોમાસું મધ્ય ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, અને ઉત્તર ગુજરાતમાંથી વિદાય લઇ ચુક્યું છે.
રાજ્યમાં હાલમાં ગરમીનું પ્રમાણ થોડું વધી રહ્યું છે, પરંતુ આગામી 15 નવેમ્બર પછી શિયાળાની શરૂઆત થઇ જશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion