આ દવાથી કોરોનાના દર્દી માત્ર 10 દિવસમાં સાજા થઈ જાય છે, એક ડોઝની કિંમત 59,300 રૂપિયા
કોરોનાનો ચેપ લાગ્યાના દસ દિવસમાં જ દર્દીને કોરોનાની અસરમાંથી મુક્ત કરી દેતી હોવાનું જોવા મળ્યું છે.
![આ દવાથી કોરોનાના દર્દી માત્ર 10 દિવસમાં સાજા થઈ જાય છે, એક ડોઝની કિંમત 59,300 રૂપિયા Within 10 days of corona infection, the patient recovers with an antibody cocktail, a single dose costs Rs. 59300 આ દવાથી કોરોનાના દર્દી માત્ર 10 દિવસમાં સાજા થઈ જાય છે, એક ડોઝની કિંમત 59,300 રૂપિયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/31/c936485fe506d06081e319bbc61929b1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાા દર્દીઓને સાજા કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ મોનોક્લોનોલ એન્ટીબોડી કોકટેલ જુન મહિનાના પ્રથમ પખવાડિયામાં સમગ્ર ગુજરાત સહિત ભારતમાં ઉપલબ્ધ થશે. મોનોક્લોનોલ એન્ટીબોડિઝ કોકટેલ શરીરમાં એન્ટીબોડિઝ જનરેટ કરે છે. આ એન્ટીબોડી કોરોનાના વાયરસનો પ્રતિકાર કરે છે.
કોરોનાનો ચેપ લાગ્યાના દસ દિવસમાં જ દર્દીને કોરોનાની અસરમાંથી મુક્ત કરી દેતી હોવાનું જોવા મળ્યું છે. ભારતમાં સિપ્લા અને રોશ કંપનીએ આ દવા લોંચ કરી છે. મધ્યમથી માંડીને થોડા તિવ્ર કોરોનાના ચેપના દર્દીને આ ઈંજેક્શન આપવામાં આવે છે. તેના એક ડોઝની કિંમત 59 હજાર 300 રૂપિયાની આસપાસ છે. એકથી વધુ ડોઝનું પેકેટ એક લાખ 19 હજારમાં મળી શકે છે. તેનાથી બે દર્દીઓને સારવાર આપી શકાય છે.
જુનના પ્રથમ અઠવાડિયાથી ગુજરાતના સહિત દેશના દરેક રાજ્યમાં આ ઈંજેક્શન મળતુ થઈ જશે. જો માત્ર સરકાર જ તેના વિતરણની જવાબદારી લેશે તો સરકારી પ્રશાસન મારફતે આ ઈંજેક્શન દર્દીઓને મળી શકશે. મોનોક્લોનોલ એન્ટી બોડિઝ કોકટેલના સારા પરિણામો અમેરિકા અને યુરોપના દેશોમાં જોવા મળ્યા છે.
વડોદરા અને રાજકોટમાં પણ ત્રણેક દર્દીઓને આ દવા આપીને સાજા કરવામાં આવ્યા છે. હવે તમામ દર્દીઓ માટે આ ઈંજેક્શન ઉપયોગમાં લેવામાં આવશે. મોનોક્લોનોલ એન્ટીબોડિઝ માનવ શરીરની રોગ પ્રતિકારક શક્તિની રોગના વિષાણુઓ સામે લડવાની ક્ષમતાનું અનુકરણ કરીને વાયરસનો સામનો કરી શકે છે.
વાયરસ ઉપરાંત અન્ય નુકસાનકારક બેક્ટેરિયાનો પણ તે પ્રતિકાર કરી શકે છે. કોસિરવિમેબ અને ઈમ્ડેવિમેબ નામના કેમિકલ્સથી બનેલ આ ઈંજેક્શન દર્દીના શરીરમાં ઈંજેક્ટ કરવામાં આવે તે સાથે જ દર્દીના શરીરા કોશમાં કોરોના વાયરસ પ્રવેશ થતા અટકાવી દે છે.
નોંધનીય છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ એન્ટિબોડી કોકટેલ આપવામાં આવી હતી. કોરોનાનો ચેપ લાગ્યાના પહેલા સાત દિવસમાં મોનોક્લોનોલ એન્ટિબોડી કોકટેઈલ આપવામાં આવે તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડતી નથી. આ દવા આપવાથી 80 ટકા જેટલા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાવવાની ફરજ પડતી નથી.
કાસિરવિમેબ અને ઇમ્ડેવિમેબ નામના કેમિકલ્સથી બનેલી દવા દર્દીના શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે તે સાથે જ દર્દીના શરીરમાંના કોશમાં કોરોનાના વાઈરસને એન્ટર થતાં અટકાવી દે છે. કોરોનાના વાઈરસ સામે તથા બીજા વેવમાં જોવા મળેલા વાઈરસ બી 1.617 સામે પણ આ દવા ખાસ્સી અસરકારક હોવાનું પ્રસ્થાપિત થઈ રહ્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)