શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના આ શહેરમાં વકીલે પ્રેમિકા સાથે સેક્સના વીડિયો-તસવીરો પ્રેમિકાના સાસરિયાંને મોકલી દીધી ને પછી...
યુવતી બે વર્ષ પૂર્વે સરકારી કામકાજ માટે તેની માતા સાથે મામલતદાર કચેરીએ ગઈ હતી ત્યારે વકીલાતનું કરતા હેમંત સાથે તેની આંખો મળી ગઈ હતી.
જામનગરઃ જામનગર જિલ્લાના વકીલે પોતાની પ્રેમિકા સાથેના અંગત પળોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેતાં યુવતીનું લગ્નજીવન ભાંગી પડ્યું છે. આ અંગે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાની વિગત એવી છે કે, ધ્રોલમાં વકીલાત કરતા હેમંત ઘેલજીભાઈ ઉર્ફે ઘેલાભાઈ અને એક યુવતીની આંખો મળી જતાં બંને વચ્ચે સંખ્યાબંધ વાર શારીરિક સંબંધ બંધાયા હતા. યુવતી બે વર્ષ પૂર્વે સરકારી કામકાજ માટે તેની માતા સાથે મામલતદાર કચેરીએ ગઈ હતી ત્યારે વકીલાતનું કરતા હેમંત સાથે તેની આંખો મળી ગઈ હતી. મોબાઈલ નંબરની આપલે થયા પછી પ્રેમ સંબંધ થયો હતો અને પછી બંને વચ્ચે સેક્સ સંબંધ પણ બંધાયા હતા.
સવા વર્ષના સંબધ પછી અચાનક યુવતીએ બીજે લગ્ન કરી લીધાં હતાં. યુવતીના અન્ય જગ્યાએ લગ્ન થઇ ગયા પછી પણ તેની સાથે સંબંધ રાખવા માગતા હેમંતે યુવતીને મળવા પ્રયત્ન કર્યો હતો પણ સફળતા નહોતી મળી. હેમંતે પ્રેમિકાને પામવા માટે યુવતીના અશ્લીલ ફોટા અને તેના સાથેના વિડીયો કોલ રેકોર્ડ તેના ભાઈ અને બનેવીને મોકલી દીધા હતા. ત્યાર બાદ હેમંતે કોઈ એપ્લીકેશન મારફતે ખરાબ અને ધમકીભર્યા મેસેજ મોકલી, કોલ કરવા શરૂ કર્યા હતા. યુવતીએ કોઈ પ્રતિસાદ નહી આપતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીના થોડા સમય પહેલા લગ્ન થઈ ચૂક્યા હતા તેથી હેમંતે છેવટે તેના સાસરિયા પક્ષનાં લોકોને પણ વીડિયો અને અશ્લીલ તસવીરો મોકલતાં તેનું લગ્નજીવન પણ ભાંગી પડયું હતું. યુવતીએ વકીલાત કરતા શખ્સ સામે ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement