શોધખોળ કરો

World Tourism Day: કોરોનાના પગલે ઠપ્પ થયેલા પ્રવાસન ઉદ્યોગે બે વર્ષમાં ભરી મોટી હરણફાળ

ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓની પ્રથમ પસંદગી અમદાવાદ, વર્ષ 2022માં સાડા ત્રણ લાખથી વધુ વિદેશી સહેલાણીઓએ નિહાળ્યો અમદાવાદનો ભવ્ય વારસો

ગાંધીનગર: યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન પામેલું અમદાવાદ શહેર ગુજરાત આવતા વિદેશી સહેલાણીઓની પ્રથમ પસંદગી બન્યું છે. વર્ષ 2022માં 3.63 લાખ સહેલાણીઓએ અમદાવાદનો ભવ્ય વારસો નિહાળ્યો છે. એટલું જ નહીં, પરંતુ વર્ષ 2023માં 8 મહિનામાં 3.53 લાખ પ્રવાસીઓ અમદાવાદની મુલાકાત લઈ ચૂક્યા છે.

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ ખાતે આવતા પ્રવાસીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે; તો સોમનાથ, અંબાજી તથા દ્વારકા જેવા ધાર્મિક-આધ્યાત્મિક સ્થળો પણ વિદેશી માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. કોરોનાના પગલે ઠપ્પ થયેલા પ્રવાસન ઉદ્યોગે બે વર્ષમાં મોટી હરણફાળ ભરી છે. આંકડાઓ મુજબ વર્ષ 2021માં માત્ર 11319 વિદેશી પ્રવાસીઓ ગુજરાત આવ્યા હતા કે જેમની સંખ્યા વર્ષ 2022માં 17.17 લાખને આંબી ગઈ હતી. બીજી તરફ વર્ષ 2023ના પ્રથમ 8 મહીનામાં જ 15.40 લાખ વિદેશી પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત લઈ ચુક્યા છે. એક અંદાજ મુજબ ડિસેમ્બર-2023 સુધી વિદેશી પ્રવાસીઓનો આંકડો 20 લાખ સુધી પહોંચી શકે છે.

નોંધનીય છે કે વર્ષ 2022માં ભારત આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યા 85 લાખ 90 હજારથી વધુ હતી કે જેમાં ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓની સંખ્યા 17.17 લાખથી વધુ હતી. એટલે કે ભારતમાં આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો 20.17 ટકા સાથે સૌધી વધુ રહ્યો છે.

મહત્વના સ્થળો તથા સુવિધાઓના પગલે પ્રવાસીઓમાં વધારો

સમગ્ર વિશ્વમાં 27મી સપ્ટેમ્બરના રોજ જ્યારે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી થવાની છે, ત્યારે ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન લગભગ ઠપ પડી ગયેલ પ્રવાસન ઉદ્યોગે વર્ષ 2022માં મોટી હરળફાળ ભરી છે. રાજ્યમાં વિદેશી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ પૌરાણિક, ઐતિહાસિક, હેરિટેજ તથા ધાર્મિક-આધ્યાત્મિક, પર્યાવરણીય અને સાહસિક પ્રવાસન સ્થળોમાં થઈ રહેલ વધારા તથા રાજ્ય સરકાર દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થાઓના પગલે વિદેશી પ્રવાસીઓ માટે ગુજરાત પ્રથમ પસંદગીનું સ્થળ બનીને ઉપસી રહ્યું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ (ટીસીજીએલ) દ્વારા ગુજરાતમાં આવતા પ્રવાસીઓના ટ્રૅકિંગ માટે AATITHYAM પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું છે. આવું કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.

રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને તેના બોલતા પુરાવા આતિથ્યમ્ પોર્ટલના આંકડાઓ છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં વર્ષ 2021 કરતા 2022માં આવેલા વિદેશી પ્રવાસીઓની સંખ્યા ભારે વધારો થયો છે. વર્ષ 2021માં માત્ર 11319 પ્રવાસીઓએ ગુજરાતની સહેલ માણી હતી, પરંતુ કોરોના કાળ સમાપ્ત થતાં જ ગુજરાત આવેલ વિદેશી પ્રવાસીઓની સંખ્યા લગભગ 157 ગણી વધી 17 લાખ 77 હજાર 215 થઈ ગઈ.

ચાલુ વર્ષે પણ વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઉછાળો

રાજ્યમાં વિદેશી પ્રવાસીઓનો ઘસારો સતત વધી રહ્યો છે. વર્ષ 2022માં 12 મહીનામાં 17.77 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા હતાં કે જેની સરખામણીમાં વર્ષ 2023માં પ્રથમ આઠ મહીના એટલે કે ઑગસ્ટ-2023 સુધી જ આ આંકડો 15.40 લાખ પર પહોંચી ગયો છે. આના પરથી અનુમાન લગાવી શકાય કે ડિસેમ્બર સુધી રાજ્યમાં વર્ષ 2023માં આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યા 20 લાખ સુધી પહોંચી શકે છે.

રાજ્યના ટૉપ મોસ્ટ પ્રવાસન સ્થળોમાં અમદાવાદ મોખરે

રાજ્યમાં વિદેશી પ્રવાસીઓના મનપસંદ ટૉપ મોસ્ટ પ્રવાસન સ્થળોમાં વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ ટોચના સ્થાને છે. ટીસીજીએલ તરફથી અપાયેલ આંકડા મુજબ વર્ષ 2023માં અત્યાર સુધી (ઑગસ્ટ-2023) સુધી કુલ 15.40 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતાં કે જેમાં વિદેશી સહેલાણીઓનું હૉટ ફેવરિટ સ્થળ રહ્યું વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ. આ ઉપરાંત અંબાજી મંદિર, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર તરફ પણ વિદેશી પ્રવાસીઓનો સારો એવો ઝોક રહ્યો

અમદાવાદનું નજરાણું બન્યું સાબરમતી રિવરફ્રન્ટ

વર્ષ 2023માં અત્યાર સુધી (ઑગસ્ટ 2023) ગુજરાત આવેલા કુલ 15.40 લાખ વિદેશી પ્રવાસીઓમાં સૌથી વધુ 3 લાખ 53 હજાર પ્રવાસીઓએ હેરિટેજ શહેર અમદાવાદની મુલાકાત લીધી છે કે જ્યાં વર્ષ 2022ના 3.63 લાખ પ્રવાસીઓ આવ્યા હતાં. આ આંકડા પરથી અંદાજો લગાવી શકાય કે વર્ષ 2023માં ડિસેંબર સુધી અમદાવાદ આવનાર વિદેશી પ્રવાસીઓનો આંકડો ગત વર્ષના 3.63 લાખના આંકડાને આંબી જશે.

તેવી જ રીતે વર્ષ સાબરમતી રિવરફ્રન્ટ પણ વિદેશી પ્રવાસીઓ માટે અમદાવાદનું નજરાણું બન્યુ છે, કારણ કે ગત વર્ષની સરખામણીમાં અહીં આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2022માં 67 હજાર વિદેશી પ્રવાસીઓએ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી, જ્યારે વર્ષ 2023માં ઑગસ્ટ સુધી આ આંકડો 1 લાખ 7 હજાર 969 પર પહોંચી ગયો છે. એટલે કે સાબરમતી રિવરફ્રન્ટની વિદેશીઓમાં લોકપ્રિયતામાં બમણો વધારો થયો છે.

યાત્રાધામો તથા સ્ટૅચ્યૂ ઑફ યુનિટ ખાતે પણ પહોંચ્યા પ્રવાસીઓ

રાજ્યના અન્ય મહત્વના પ્રવાસન સ્થળોમાં અંબાજી, દ્વારકા, સોમનાથ, સ્ટૈચ્યૂ ઑફ યુનિટી જેવા પ્રવાસન સ્થળો પણ વિદેશી સહેલાણીઓ માટે પસંદગીના સ્થળો બની રહ્યા છે.

વર્ષ 2022 તથા 2023 (ઑગસ્ટ સુધી) ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લેનારાઓની સંખ્યા નીચે મુજબ છે :

પ્રવાસન સ્થળ - વર્ષ 2022 - વર્ષ 2023 (ઑગસ્ટ સુધી)

અમદાવાદ (હેરિટેજ સિટી) - 6,63,000 - 3,53,000

સાબરમતી રિવરફ્રન્ટ - 67,000 - 1,07,969

અંબાજી મંદિર - 1,53,000 - 77,225

સોમનાથ મંદિર - 1,04,000 - 73,121

દ્વારકા મંદિર - 75,000 - 62,915

કાંકરીયા લેકફ્રન્ટ - 49,000 - 48,656

સુરત શહેર - 61,000 - 46,656

પાવાગઢ મંદિર - 44,000 - 39,971

સ્ટૅચ્યુ ઑફ યુનિટી - 22,000 - 25,291

ગાંધી આશ્રમ - 33,000 - 13,800

શિવરાજપુર બીચ - 200 - 8,656

અડાલજની વાવ - 240 - 2,498

મોઢેરા સૂર્ય મંદિર - 12 - 1,074

રાણી કી વાવ (પાટણ) - 200 - 785

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળHun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂરAhmedabad NRI Murder Case : અમદાવાદના બોપલમાં NRIની રૂપિયાની લેતીદેતીમાં હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Embed widget