(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યમાં એપ્રિલ મહિનામાં ગરમીએ દસ વર્ષનો તોડ્યો રેકોર્ડ, બે દિવસ યલો અને ઓરેન્જ એલર્ટ અપાયુ
આગામી બે દિવસ માટે રાજ્યના કેટલાક શહેરોમાં યલો અને ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગાંધીનગરઃ રાજ્યમાં એપ્રિલ મહિનામાં ગરમીએ દસ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. શુક્રવારે રાજ્યના નવ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર નોંધાયો હતો. અમદાવાદ સહિત ચાર શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થઈ ગયો છે. તો અમદાવાદમાં આજે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસ માટે રાજ્યના કેટલાક શહેરોમાં યલો અને ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદમાં સામાન્ય રીતે મે મહિનામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થતો હોય છે. પરંતુ આ વર્ષે એપ્રિલમાં જ ગરમીએ નવો રેકોર્ડ સર્જીને તાપમાન 44 ડિગ્રીને પાર થઈ ગયું છે. છેલ્લા દસ વર્ષમાં એપ્રિલમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો હોય તેવુ પ્રથમવાર બન્યું છે. 27 એપ્રિલ 1958એ 46.2 ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી વધુ ગરમીનો રેકોર્ડ નોંધાયો હતો. આ વખતે જે ગરમીનો પારો ઉંચકાય રહ્યો છે તે જોતા 64 વર્ષનો જૂનો રેકોર્ડ તૂટે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. શનિવારે અને રવિવારે અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સુરેંદ્રનગર,મોરબી, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગાંધીનગર, મહેસાણા,સાબરકાંઠા,રાજકોટ, અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ અને અમરેલીમાં ગરમીનો પારો 44 ડિગ્રી પર પહોંચી ગયો હતો. ડીસા અને ગાંધીનગરમાં ગરમીનો પારો 43.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. રાજકોટમાં ગરમીનો પારો 43.7 ડિગ્રી પર પહોંચ્યો હતો. વડોદરા અને કેશોદમાં ગરમીનો પારો 43.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. ભૂજમાં ગરમીનો પારો 42.4 ડિગ્રી પર પહોંચ્યો હતો.
હાર્દિક પંડ્યાની પત્ની Natasa Stankovicએ સ્વિમસૂટ પહેરીને પૂલમાં બતાવ્યો હૉટ અવતાર, વીડિયો વાયરલ
Tips: કામ કરતી વખતે વારંવાર ગરમ થઇ જાય છે લેપટૉપ, તો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ
ગુજરાતમાં કઈ જગ્યાએ કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, એક સાથે 92 આગેવાનોએ આપી રાજીનામાની ચીમકી
PBKS vs GT: તેવટીયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ મારી ગુજરાતને જીત અપાવી, વીડિયોમાં જુઓ એ જીતની ક્ષણો