શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાએ ગુજરાતના આ દિગ્ગજ નેતાની કરી નાંખી કેવી હાલત એ જુઓ, ઓળખી પણ ના શકાય એવા આ નેતા કોણ છે જાણો છો ?
કોરોનાના કારણે ભરતસિંહ સોલંકીની તબિયત એ હદે લથડી ગઈ છે કે એ ઓળખાય એવા પણ રહ્યા નથી.
અમદાવાદઃ કોરોનાનો ભોગ બનેલા લોકોની હાલત અત્યંત ખરાબ થઈ જાય છે. લોકો શારીરિક રીતે સાવ નંખાઈ જાય છે અને તેનો તાજો પુરાવો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી છે.
કોરોનાના કારણે ભરતસિંહ સોલંકીની તબિયત એ હદે લથડી ગઈ છે કે એ ઓળખાય એવા પણ રહ્યા નથી. એકાએક વૃધ્ધ થઈ ગયા હોય એવા લાગતા ભરતસિંહ સોલંકીની ઓળખ જેવી મૂછો પણ કાઢી નંખાઈ છે તેથી તેમને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જ ભરતસિંહ સોલંકીની આ તસવીર મીડિયાને આપી છે.
ભરતસિંહ સોલંકીને કોરોનાનો ચેપ લાગતાં 22 જૂને વડોદરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વડોદરામા તેમની તબિયત લથડતાં તેમને વધુ સારવાર માટે તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને હજુ પણ સિમ્સ હોસ્પિટલમાં જ સારવાર લઇ રહ્યા છે. હાલમાં તેમની તબિયત સુધારા પર છે. તેમનો કોરોના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો છે પણ તેમને બીજી તકલીફો થઈ જતાં તેમને હદુ હોસ્પિટલમા જ રખાયા છે. હાલનો તેમનો ફોટો જોતા તેમને ઓળખી જ ના શકાય એવી સ્થિતીમાં આવી ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion