શોધખોળ કરો

Bhavnagar News: યુવરાજસિંહની મોડી રાત્રે ધરપકડ, 1 કરોડ રુપિયાની ખંડણી વસૂલ્યાનો આરોપ

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની ડમીકાંડમાં તોડકાંડ મામલે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. તેમના પર એક કરોડની ખંડણી વસૂલીનો આરોપ છે. આજે સુરતથી તેના સાળાની પણ આ મામલે પોલીસે ધરપકડ કરી છે.

Bhavnagar News:  વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની ડમીકાંડમાં તોડકાંડ મામલે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. તેમના પર એક કરોડની ખંડણી વસૂલીનો આરોપ છે. આજે સુરતથી તેના સાળાની પણ આ મામલે પોલીસે ધરપકડ કરી છે. 

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. યુવરાજસિંહ સામે ફરીયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લાંબી પુછપરછ બાદ યુવરાજસિંહની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.યુવરાજ સિંહ વિરૂદ્ધ કલમ 388,386 અને 120b હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. હાલમાં યુવરાજસિંહ જાડેજા,કાનભા ગોહિલ, શિવુભા ગોહિલ, ઘનશ્યામ લાધવા અને  રાજુ નામ ધરાવતી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે.

ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 19મી તારીખે યુવરાજસિંહને સમન્સ પાઠવી બોલાવવામાં આવ્યા હતા. ફરીથી 21 તારીખે પણ  સમન્સ આપ્યું હતું અને  ઘણા મુદ્દાઓ પર પૂછપરછ કરવામાં આવી હતી. સૌથી પહેલા યુવરાજસિંહને સમય આપવામાં આવ્યો હતો કે, તે જે માહિતી હોય તે પોલીસને આપે.
2 પાનામાં કેટલાક નામ લખી યુવરાજસિંહે પોલીસને આપ્યા છે. આ બાબતે પોલીસ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે.

પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પર લગાવ્યાં ગંભીર આરોપ

ડમી કાંડમાં તોડ કાંડ મામલે યુવરાજસિંહ ભાવનગર SOG સમક્ષ હાજર થયા હતા આ પહેલા  યુવરાજસિંહ મંદિરમાં દર્શન કર્યા બાદ પગપાળા કૂચ કરી એસઓજી પહોંચ્યાં હતા.   યુવરાજસિંહે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને હેરાન ના કરો. હું તમામ પ્રશ્નોના જવાબ આપીશ. હું તપાસમાં સહયોગ કરીશ.

ભાવનગર એસઓજી સમક્ષ હાજર થતા અગાઉ યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે ડમીકાંડ છૂપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે તેનો પર્દાફાશ કરીશ. અમે જેટલા નામો આપીએ છે તેની તપાસ પોલીસ કરતી નથી.યુવરાજસિંહે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. યુવરાજે કહ્યું હતું કે મોટા રાજકીય માથાઓ અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક રાજકીય નેતાઓએ પાર્ટીમાં આવવાની ઓફર આપી હતી.

યુવરાજે કહ્યું હતું કે, 2004થી ડમીકાંડનું કૌભાંડ ચાલે છે. આ ડમીકાંડથી અનેક લોકો અધિકારીઓ બની ગયા છે. સરકાર આરોપીને સાક્ષી બનાવી અમને સમન્સ પાઠવે છે. ભાજપનો ખેસ પહેરનારાઓને સમન્સ પાઠવવામાં આવતા નથી. કૌભાંડીઓને બચાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળના તત્કાલિન ચેરમેન અસીત વોરાને સમન્સની યુવરાજની માંગ છે.

પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પર યુવરાજસિંહે ગંભીર આરોપ લગાવ્યા હતા. યુવરાજસિંહે જીતુ વાઘાણીના નામનું સમન્સ નીકાળવા માંગ કરી હતી. અવધેશ, અવિનાશ, જસુ ભીલના નામનું સમન્સ નીકળવું જોઇએ. પંચાયત સેવા પસંદગી મંડળના તત્કાલિન અધ્યક્ષનું નિવેદન પણ લેવું જોઇએ.યુવરાજ સિંહે વધુ 30 નામો પોલીસને આપવાનો દાવો કર્યો હતો. યુવરાજસિંહે કહ્યું કે પૂર્વ ગૃહરાજ્યમંત્રી, વર્તમાન મંત્રીને અનેક પુરાવા આપ્યા છતાં કાર્યવાહી નહી. યુવરાજે દાવો કર્યો હતો કે મને પક્ષનો ખેસ પહેરાવવાનો પ્રયાસ થયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીજ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીજ પર કર્યો કબજો
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળHun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂરAhmedabad NRI Murder Case : અમદાવાદના બોપલમાં NRIની રૂપિયાની લેતીદેતીમાં હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીજ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીજ પર કર્યો કબજો
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Tilak Varma Century:  દક્ષિણ આફ્રિકા સામે તિલકે સતત બીજી સદી ફટકારી, રોહિતનો રેકોર્ડ તોડ્યો
Tilak Varma Century: દક્ષિણ આફ્રિકા સામે તિલકે સતત બીજી સદી ફટકારી, રોહિતનો રેકોર્ડ તોડ્યો
Sanju Samson Century: સંજુ સેમસની વિસ્ફોટક સદી, જોહાનિસબર્ગમાં તૂટ્યા અનેક રેકોર્ડ
Sanju Samson Century: સંજુ સેમસની વિસ્ફોટક સદી, જોહાનિસબર્ગમાં તૂટ્યા અનેક રેકોર્ડ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Embed widget