શોધખોળ કરો

Haldwani Live Update: હલ્દવાની અતિક્રમણ કેસમાં હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે, રાજ્ય સરકાર અને રેલવેને સુપ્રીમ કોર્ટની નોટિસ

હાઈકોર્ટના આદેશ બાદ, અખબારોમાં નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં લોકોને તેમના ઘરનો સામાન 9 જાન્યુઆરી સુધીમાં દૂર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

LIVE

Key Events
Haldwani Live Update: હલ્દવાની અતિક્રમણ કેસમાં હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે, રાજ્ય સરકાર અને રેલવેને સુપ્રીમ કોર્ટની નોટિસ

Background

Haldwani Live Update:હાઈકોર્ટના આદેશ બાદ, અખબારોમાં નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં લોકોને તેમના ઘરનો સામાન 9 જાન્યુઆરી સુધીમાં દૂર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

હલ્દવાનીમાં 78 એકર રેલ્વે જમીનમાંથી 4,365 પરિવારોને ખાલી કરવાના ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ ગુરુવારે (5 જાન્યુઆરી) સુનાવણી કરશે. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટમાં અરજદારોનું પ્રતિનિધિત્વ કરશે. અહેવાલો અનુસાર, આ વિસ્તારના લગભગ 50,000  પરિવાર રહે છે. જેમાં જેમાં 90% મુસ્લિમ છે, બધાનું ભાવિ અદ્ધરતાલ છે.

14:13 PM (IST)  •  05 Jan 2023

હલ્દવાની અતિક્રમણ કેસમાં હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે, રાજ્ય સરકાર અને રેલવેને સુપ્રીમ કોર્ટની નોટિસ

હલ્દવાની જમીન અતિક્રમણ કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશે કહ્યું, "અમે રેલવે અને રાજ્ય સરકારને નોટિસ જારી કરી રહ્યા છીએ. આગળના વધુ કબ્જા પર  પ્રતિબંધ મૂકવો જોઈએ. હાલમાં અમે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકી રહ્યા છીએ."

ન્યાયાધીશે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સુનાવણી એક મહિના પછી હાથ ધરવામાં આવશે. હલ્દવાનીમાં હવે અતિક્રમણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે. સુનાવણી દરમિયાન જસ્ટિસ કૌલે પૂછ્યું કે ઉત્તરાખંડ સરકારના વકીલ કોણ છે? રેલ્વેની કેટલી જમીન, રાજ્યની કેટલી? શું ત્યાં રહેતા લોકોના દાવા બાકી છે? ન્યાયાધીશે વધુમાં કહ્યું કે, "તેઓ દાવો કરે છે કે તેઓ વર્ષોથી રહે  છે. તે યોગ્ય છે કે  સ્થળનો વિકાસ કરવો જરૂરી છે પરંતુ તેમનું પુનર્વસન થવું જોઈએ."

10:55 AM (IST)  •  05 Jan 2023

Haldwani Live Update: 'અમે લઘુમતી સમુદાયના છીએ'

એક સ્થાનિકે જણાવ્યું હતું કે, "વટહુકમ આ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને બેઘર કરવા સામે  રક્ષણ આપે છે, ભલે મામલો કોર્ટમાં હોય... જો કે, રાજ્ય સરકાર માત્ર અમે અમે લઘુમતી સમુદાયના છીએ એટલે હેરાન કરે છે." આ સમગ્ર મામલે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, કોર્ટ જે પણ નિર્ણય કરશે, રાજ્ય તેનું પાલન કરશે. તેમણે કહ્યું, "અમે કોર્ટના નિર્ણયનું સન્માન કરીશું. રાજ્ય સરકાર આ મામલામાં પક્ષકાર નથી. તે રેલવે અને હાઈકોર્ટ વચ્ચે છે."

Haldwani Live Update: કોંગ્રેસનું શું કહેવું છે?

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના પૂર્વ નેતા પ્રીતમ સિંહ અને અન્ય પાર્ટીના સભ્યો મંગળવારે મુખ્યમંત્રીને મળ્યા હતા. પરિવારોને મદદ કરવા માટે તેમના હસ્તક્ષેપની માંગ કરી હતી. બુધવારે, ભૂતપૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે પણ રહેવાસીઓના સમર્થનમાં એક કલાક લાંબા "મૌન ઉપવાસ" કર્યા.

10:55 AM (IST)  •  05 Jan 2023

Haldwani Live Update: 'અમને શું ભાજપે દગો કર્યો?

કેટલાક અરજદારોએ ધ્યાન દોર્યું હતું કે 2018 માં શાસક ભાજપે "ઝૂંપડપટ્ટીઓ" (નિયમિત ઝૂંપડપટ્ટીઓ નથી) ના ડિમોલિશનને રોકવા માટે વટહુકમ લાવ્યો હતો અને રહેવાસીઓને બહાર કાઢવાને બદલે, ઝૂંપડપટ્ટી વિસ્તારોને નિયમિત કરવા અથવા ઓછામાં ઓછા રહેવાસીઓને સ્થાનાંતરિત કરવાનું નક્કી કર્યું હતું. . ઉત્તરાખંડમાં 582 ઓળખાયેલ ઝૂંપડપટ્ટી વિસ્તારો છે, જેમાંથી 22 હલ્દવાનીમાં છે અને 5 કથિત રીતે અતિક્રમણ કરાયેલી રેલવે જમીન પર છે.

10:54 AM (IST)  •  05 Jan 2023

Haldwani Live Update: 'અમને 'અમે લાચાર અનુભવીએ છીએ'

38 વર્ષીય જુનૈદ ખાને કહ્યું કે તેની પત્ની પ્રેગ્નન્ટ છે અને 7 જાન્યુઆરીએ ડિલિવરી થવાની છે. "જો સુપ્રીમ કોર્ટ અમારા બચાવમાં નહીં આવે તો મારી 85 વર્ષીય માતા સહિત અમારા આખા પરિવારને સ્થાનાંતરિત કરવું એ અકલ્પનીય પરિસ્થિતિ હશે," તેમણે કહ્યું. ધોરણ 6 ની વિદ્યાર્થિની રિઝા ફાતિમાએ TOIને કહ્યું, "કુલ 10,000 મહિલાઓએ મંગળવારે એકત્ર થઈને પ્રાર્થના કરી. અમારી પરીક્ષાઓ આગામી થોડા અઠવાડિયામાં નિર્ધારિત છે. અમે અસહાય અનુભવી રહ્યા છીએ."

10:54 AM (IST)  •  05 Jan 2023

Haldwani Live Update: 'અમને હેરાન કરવામાં આવે છે'

અહીંના રહેવાસીઓના મનમાં એક મહત્વનો પ્રશ્ન એ છે કે આ વિસ્તારમાં મંજૂરી વિના હોસ્પિટલ અને શાળા કેવી રીતે બની શકે? 60 વર્ષથી વધુ સમયથી ત્યાં રહેતા આબિદ શાહ ખાને ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, "રેલવે અચાનક અમને કેવી રીતે જવા માટે કહી શકે? અમને હેરાન કરવામાં આવી રહ્યા છે. અમે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યાં છે. અને વિશ્વાસ છે કે ન્યાય મળશે.  વિશ્વસનીય છે."

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget