Ideas of India Summit 2023: દ્રરિદ્રતા સામે ઝઝુમી રહ્યું છે પાકિસ્તાન તેમ છતાં આતંકી મોકલે છે: કૃષ્ણ ગોપાલ
એબીપી નેટવર્કના બે દિવસીય કાર્યક્રમ 'આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટ'માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડૉ.કૃષ્ણ ગોપાલે કહ્યું કે, પાકિસ્તાન દુશ્મનીની લાગણી છોડતું નથી.
Ideas of India Summit 2023: એબીપી નેટવર્કના બે દિવસીય કાર્યક્રમ 'આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટ'માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડૉ.કૃષ્ણ ગોપાલે કહ્યું કે, પાકિસ્તાન દુશ્મનીની લાગણી છોડતું નથી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સહ સરકાર્યવાહ ડૉ. કૃષ્ણ ગોપાલે એબીપી નેટવર્કના બે દિવસીય કાર્યક્રમ 'આઈડિયાઝ ઑફ ઈન્ડિયા સમિટ 2023'માં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે પાકિસ્તાનમાં આર્થિક કટોકટી અને જ્ઞાતિની વસ્તી ગણતરી પર પોતાના વિચારો શેર કર્યા.
કૃષ્ણ ગોપાલે કહ્યું, ભારત સર્વે ભવન્તુ સુખિનઃનો ભાવ રાખે છે. સંસારમાં હરકોઇ સુખી રહે, કોઈ માણસ ભૂખ્યો ન રહે. પાકિસ્તાન મુશ્કેલીમાં છે પરંતુ તે આપણા પર વારંવાર હુમલા કરી રહ્યું છે. જો પાકિસ્તાન ઉદાર મનથી ભારત પાસેથી ઘઉં માંગશે તો ભારત ચોક્કસ મદદ કરશે. આ ભારતની શાશ્વત પરંપરા છે. અમે કોરોનામાં જરૂરિયાતમંદ દેશોની મદદ કરી. સમસ્યા એ છે કે પાકિસ્તાન દુશ્મની છોડતું નથી.
પાકિસ્તાને ભારત પર ચાર વખત આક્રમણ કર્યું છે - કૃષ્ણ ગોપાલ
કૃષ્ણ ગોપાલે વધુમાં કહ્યું કે, પાકિસ્તાને પોતાનું મન સાફ રાખવું જોઈએ. આઝાદી બાદ પાકિસ્તાને ભારત પર ચાર વખત આક્રમણ કર્યું છે. પાકિસ્તાને પોતાના સ્વભાવમાં સુધારો કરવો જોઈએ અને દુશ્મનાવટની લાગણી કાયમ માટે છોડી દેવી જોઈએ. પાકિસ્તાન ભારતમાં આતંકવાદીઓને મોકલે છે જેના કારણે તેની સાથે સંબંધો સામાન્ય કરવા મુશ્કેલ છે.
દુશ્મનીના આધારે પાકિસ્તાનની રચના- કૃષ્ણ ગોપાલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાનનું નિર્માણ દુશ્મનીના આધારે થયું હતું. ઝીણા સાહબ કે ઈકબાલ સાહબની વિચારસરણીને કારણે પાકિસ્તાનની રચના થઈ હતી. તેને લાગ્યું કે તે હિંદુઓ સાથે રહી શકશે નહીં પરંતુ તે ખોટું હતું. ભારતમાં મુસ્લિમો ખૂબ સારી રીતે જીવે છે. વસ્તી પણ 3.5 કરોડથી વધીને 14.5 કરોડ થઈ છે. પાકિસ્તાનમાં હિંદુઓ ત્યારે અગિયાર ટકા હતા અને હવે માત્ર એક ટકા રહી ગયા છે. આવું કેમ થાય છે
જાતિની વસ્તી ગણતરી અંગે ડૉ. કૃષ્ણ ગોપાલે કહ્યું કે અમને લાગે છે કે તે રાજકીય છે. દરેક જાતિની ગણતરી કરવાનો હેતુ શું છે? સમાજના તમામ વર્ગોનો વિકાસ થવો જોઈએ, તેમાં કોઈ શંકા નથી. જ્ઞાતિ ભેદભાવ વધુ ન વધે તેનું ધ્યાન રાખવું જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે એવું કોઈ ઓપરેશન ન થવું જોઈએ જેનાથી જ્ઞાતિ ભેદભાવ વધે, જ્ઞાતિની ઓળખ ખતમ થવી જોઈએ.
સીએમ યોગીના સમર્થન પર આરએસએસ નેતાએ આ વાત કહી
એબીપીના મંચ પર દિબાંગે કૃષ્ણ ગોપાલને પૂછ્યું કે શું RSS સીએમ યોગી આદિત્યનાથનું સમર્થન કરશે? ઉત્તરમાં કૃષ્ણ ગોપાલે કહ્યું કે,અમને તમામ સારા લોકોનું સમર્થન કરીએ છીએ.
પાકિસ્તાને પોતાની આદત સુધારવી જોઈએ - કૃષ્ણ ગોપાલ
પાકિસ્તાને પોતાનું મન સાચુ રાખવું જોઈએ. આઝાદી બાદ ભારત પર ચાર વખત આક્રમણ કરવામાં આવ્યું છે. તેણે પોતાનો સ્વભાવ સુધારવો જોઈએ. ભારત સાથે દુશ્મનીની ભાવના કાયમ માટે છોડી દેવી જોઈએ. પાકિસ્તાન ભારત આતંકવાદીઓને મોકલે છે, આવી સ્થિતિમાં સંબંધો સામાન્ય કરવા થોડા મુશ્કેલ છેઃ કૃષ્ણ ગોપાલ, સરકાર્યવાહ, આર.એસ.એસ.
આરએસએસ સરકાર્યવાહે યોગીના વખાણ કર્યા
આરએસએસ સહ સરકાર્યવાહે કૃષ્ણ ગોપાલે એબીપીના મંચ પર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના વખાણ કર્યા. કૃષ્ણ ગોપાલે કહ્યું કે આખો દેશ સીએમ યોગીના કામને જોઈ રહ્યો છે.