Weather Today: આ રાજ્યોમાં હિટવેવ તો અહીં પડશે કમોસમી વરસાદ, જાણો અલગ અલગ રાજ્યમાં કેવો રહેશે મોસમનો મિજાજ
હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે (14 મે)ના રોજ મોટાભાગના રાજ્યોમાં વરસાદની સંભાવના છે. બીજી તરફ રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહી શકે છે.
Weather Today: હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે (14 મે)ના રોજ મોટાભાગના રાજ્યોમાં વરસાદની સંભાવના છે. બીજી તરફ રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહી શકે છે.
મે મહિનાની શરૂઆતમાં પડેલા વરસાદને કારણે ગરમીમાંથી રાહત અનુભવાઈ હતી. જો કે છેલ્લા અઠવાડિયાથી ગરમી કહેર મચાવી રહ્યી છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી ગરમીએ રેકોર્ડ તોડી રહ્યો છે. વિભાગના જણાવ્યા અનુસાર દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. હવામાન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, રાષ્ટ્રીય રાજધાની સહિત મોટાભાગના રાજ્યોમાં રવિવારે (14 મે) ના રોજ હવામાનની પેટર્ન ફરી એકવાર બદલાઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે (14 મે) દિલ્હીમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. ત્યાં વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે. આ ઉપરાંત, જોરદાર વાવાઝોડું અને ઝરમર વરસાદની સંભાવના છે. રાજસ્થાનના નાગૌર, જયપુર, ચુરુ, બિકાનેર, જેસલમેર, દૌસા, કરૌલી જિલ્લાઓ અને આસપાસના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ તેજ પવન સાથે હળવા વરસાદની સંભાવના છે.
14મી મેના રોજ વરસાદ થવાની સંભાવના છે
14 મે, રવિવારે યુપીના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લાના કેટલાક સ્થળોએ અને બાકીના પહાડી વિસ્તારોમાં ખૂબ જ હળવા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના મેદાની વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રિપુરા અને મિઝોરમમાં 14 મેના રોજ વરસાદ થવાની સંભાવના છે. આસામ, નાગાલેન્ડ અને મણિપુરના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. બિહારમાં 14મી મે રવિવારના રોજ ગરમીનું એલર્ટ છે. આ સિવાય ઓડિશા, પશ્ચિમ બંગાળમાં આગામી બે દિવસ સુધી હિટવેવની શક્યતા છે.
મહારાષ્ટ્રમાં પણ આકરા તડકાના કારણે લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે દેશના મોટાભાગના શહેરોમાં હીટ વેવની ચેતવણી જારી કરી છે. આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં પારો 45ને પાર થઇ શકે છે. ગુજરાતમાં પણ હાલ હિટ વેવની સ્થિતિ છે. કેટલાક શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર જતાં લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યું છે. અમદાવામાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.