હવે 7 મિનિટમાં થશે કેન્સરનો ઇલાજ, આ ઇંજેકશનની મળી મંજુરી, ઇગ્લેંડમાં શરૂ થનાર છે આ ટ્રીટમેન્ટ, જાણો વધુ વિગત
ઈંગ્લેન્ડ ટૂંક સમયમાં કેન્સરના દર્દીઓની સારવાર માટે એક અનોખી રીત શોધવા જઈ રહ્યું છે. જેમાં કેન્સરના દર્દીને 7 મિનિટનું ઈન્જેક્શન આપવામાં આવશે.
Cancer Treatment:ઈંગ્લેન્ડ ટૂંક સમયમાં કેન્સરના દર્દીઓની સારવાર માટે એક અનોખી પદ્ધતિ શોધવા જઈ રહ્યું છે. જેમાં કેન્સરના દર્દીને 7 મિનિટનું ઈન્જેક્શન આપવામાં આવશે. બ્રિટનની સરકારી આરોગ્ય સેવા (NHS) વિશ્વની પ્રથમ એજન્સી છે. જે આ પ્રકારના કેન્સરના દર્દીઓ માટે ઈન્જેક્શન શરૂ કરવા જઈ રહી છે. આ ઈન્જેક્શન શરૂ કરવા પાછળનું કારણ એ છે કે, સારવાર માટે લાગતો સમય ત્રણ-ચતુર્થાંશ સમય સુધી ઘટાડી શકાય છે.
ઈન્જેક્શન દ્વારા કેન્સરની સારવાર કરવામાં આવશે
ઇન્જેક્શન પદ્ધતિથી સારવાર કરવા પાછળનું કારણ દર વર્ષે કેન્સરથી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યામાં થતો વધારો છે. દર વર્ષે લાખો લોકો આ રોગથી મૃત્યુ પામે છે. મહિલાઓમાં સ્તન અને અંડાશયના કેન્સરની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, જ્યારે પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સરની સંખ્યા વધી રહી છે. જો કે, કેન્સરનું પ્રથમ સ્ટેજમાં નિદાન થઇ જાય તો તેની સારવાર શક્ય છે. પરંતુ આ માટેનો સમય ઘણો લાંબો છે. જો કે, કેન્સરની સારવાર માટે વૈજ્ઞાનિકો દરરોજ કેટલાક પ્રયોગો સાથે પ્રયાસો કરતા જોવા મળે છે.
ઓછા સમયમાં ઈલાજ
આ ઈન્જેક્શનને બ્રિટિશ મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. મંજૂરી પછી, NHS ઈંગ્લેન્ડ અનુસાર, ઇમ્યુનોથેરાપી, એટેઝોલિઝુમાબ દ્વારા સારવાર કરાયેલા ઘણા દર્દીઓને ત્વચાની નીચે ઈન્જેક્શન આપવામાં આવશે.આ ઉપરાંત કેન્સરની સારવાર માટે લાગતો સમય પણ ઓછો થશે.
વેસ્ટ સફોક NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના કન્સલ્ટન્ટ અને ઓન્કોલોજિસ્ટ ડૉ. એલેક્ઝાન્ડર માર્ટિનના જણાવ્યા અનુસાર,ઇન્જેકશન બાદ દર્દીને દિવસભર તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવશે.
આ રીતે સારવાર થાય છે
એટેઝોલિઝુમાબ, જેને ટેસેન્ટ્રિક તરીકે પણ ઓળખવામાં આવે છે. ટેસેન્ટ્રિક એક મોનોક્લોનલ એન્ટિબોડી છે. જે કેન્સરના દર્દીની રોગપ્રતિકારક શક્તિને ઘણી હદ સુધી અસર કરે છે. તે ડ્રીપ દ્વારા દર્દીની નસોમાં સીધું આપવામાં આવશે. જ્યારે નસો નથી મળતી ત્યારે તકલીફ થાય છે. આ સ્થિતિમાં દર્દીઓને ડ્રિપ પર મૂકવામાં 30 મિનિટ અથવા એક કલાક સુધીનો સમય લાગી શકે છે.
આ કંપનીએ દવા બનાવી છે
રોશ પ્રોડક્ટ્સ લિમિટેડના મેડિકલ ડિરેક્ટર મારિયસ સ્કોલ્ટ્ઝના જણાવ્યા અનુસાર, તેને સીધું નસમાં મોકલવામાં 30 થી 60 મિનિટની જગ્યાએ 7 મિનિટ લાગશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો