શોધખોળ કરો
Advertisement
મોદી સરકાર-2 ના 100 દિવસ: પ્રકાશ જાવડેકરે ગણાવી સરકારની ઉપલબ્ધિઓ
કેંદ્રીય સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રવિવારે મોદી સરકારના બીજા કાર્યકાળના શરૂઆતના 100 દિવસ દરમિયાન કરેલા મહત્વપૂર્ણ કામની ઉપલબ્ધિઓ ગણાવી હતી.
નવી દિલ્હી: કેંદ્રીય સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રવિવારે મોદી સરકારના બીજા કાર્યકાળના શરૂઆતના 100 દિવસ દરમિયાન કરેલા મહત્વપૂર્ણ કામની ઉપલબ્ધિઓ ગણાવી હતી. જાવડેકરે દાવો કર્યો છે કે જનહિતમાં જે કામ આ સરકારે કર્યા છે, આ પહેલા કદાચ કોઈ સરકાર આવા કામ નથી કર્યા. જાવડેકરે કહ્યું દેશના વિકાસમાં લોકોની ભાગીદારી વધી છે, સાથે જ વ્યવસ્થામાં પારદર્શિતા આવી છે.
પ્રકાશ જાવડેકરે સરકારની સિદ્ધીઓ ગણાવતા કહ્યું, મોદી સરકારે જમ્મુ કાશ્મીરના વિકાસ માટે કલમ 370 હટાવવા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ત્રણ તલાક, પોસ્કો, સમાન વેતન સહિત વેપારી અને નાના દુકાનદારોને પેન્શન આપવા માટે મહત્વનો નિર્ણય લીધા છે. સરકારે જળસંચય માટે જળશક્તિ મંત્રાલયનું નિર્માણ કર્યુ છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના ટ્વીટને લઈને પ્રકાશ જાવડેકરે કહ્યું, જે લોકો પોતે 100માંથી 90 દિવસ ક્યા હતા, એ ખબર નથી...તેમની ટીપ્પણી પર અમે શું કહી શકીએ. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે કોઈ પણ વિકાસ વગર 100 દિવસ પૂર્ણ કરવા પર મોદી સરકારને શુભેચ્છા. જ્યારે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મોદી સરકાર અર્થવ્યવસ્થા ચોપટ કરી મૌન છે.Union Minister P Javadekar on 100 days of 2nd term of BJP Govt: The biggest decision taken was regarding Article 370,35A, & formation of Union Territory of Jammu & Kashmir and Ladakh. It's been 35 days & only a few minor incidents have taken place. Situation returning to normalcy pic.twitter.com/HxeS2OtwUq
— ANI (@ANI) September 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement