શોધખોળ કરો

Maharashtra: સ્કૂલમાં 10 મિનિટ મોડા આવવા પર મળી સજા, શિક્ષકે 100 ઉઠક-બેઠક કરાવતા વિદ્યાર્થીનીનું મોત

બાળ દિવસે મહારાષ્ટ્રના વસઈમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેનાથી સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો હતો

બાળ દિવસે મહારાષ્ટ્રના વસઈમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેનાથી સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો હતો. શ્રી હનુમંત વિદ્યા હાઇ સ્કૂલ (સાતીવલી, વસઈ પશ્ચિમ) માં છઠ્ઠા ધોરણમાં ભણતી 13 વર્ષની અંશિકા ગૌરનું કઠોર સજા મળ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું.

10 મિનિટ મોડા રહેવા બદલ 100 ઉઠક-બેઠક

8 નવેમ્બરના રોજ અંશિકા 10 મિનિટ મોડી શાળાએ પહોંચી હતી. શિક્ષકોએ તેને અને અન્ય ઘણા વિદ્યાર્થીઓને વર્ગખંડમાંથી બહાર કાઢ્યા અને ઉઠક-બેઠકની સજા આપી હતી. કોઈ વિદ્યાર્થીઓને 10, કોઈને 20 ઉઠક-બેઠકની સજા  આપી હતી પરંતુ ડરના કારણે અંશિકાએ 100 ઉઠક-બેઠક કરાવી હતી. 

સજા પછીના દિવસે અંશિકાની તબિયત બગડવા લાગી હતી. તેણીને વસઈ પશ્ચિમની આસ્થા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેની હાલત વધુ ખરાબ થતાં તેણીને મુંબઈ રિફર કરવામાં આવી હતી, પરંતુ તેનું મૃત્યુ થયું.

MNS વિરોધ પ્રદર્શન, શાળાને તાળાબંધી

ઘટના બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) આક્રમક બની હતી. MNS કાર્યકરો શાળામાં પહોંચ્યા તાળાબંધી કરી દીધી. MNS એ સ્પષ્ટપણે કહ્યું છે કે વિદ્યાર્થીને સજા આપનાર શિક્ષક સામે કેસ દાખલ ન થાય ત્યાં સુધી તાળા ખોલવામાં આવશે નહીં. એવું અહેવાલ છે કે શાળા સરકારી માન્યતા વિના (અનધિકૃત) કાર્યરત હતી. શાળા મેનેજમેન્ટે શિક્ષિકા મમતા તિવારીને બરતરફ કરવાની જાહેરાત કરી છે. ડિરેક્ટરે એવો પણ દાવો કર્યો હતો કે વિદ્યાર્થી કુપોષિત હતી, પરંતુ પરિવારે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢી છે.

પીડિત પરિવાર તરફથી આરોપો

અંશિકાની માતાએ જણાવ્યું હતું કે તેની પુત્રી ક્યારેય બીમાર કે કુપોષિત નહોતી. તેણીએ શાળાના આરોપોને ખોટા ગણાવ્યા, તેની પુત્રી માટે ન્યાયની માંગ કરી હતી. હાલમાં પોલીસે કોઈની સામે કેસ દાખલ કર્યો નથી, પરંતુ તપાસ શરૂ કરી છે. સ્થાનિક રહેવાસીઓ પણ શાળા સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.                                                                                                                    

ટોપ સ્ટોરી

ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?

ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો

ડ્રાઇવિંગ લાઇસન્સ પર કેન્દ્ર સરકારનો મોટો પ્રસ્તાવ: ₹200 ની ફી માફ, જાણો કોને થશે ફાયદો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ

Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ

દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ

Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 

IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ

Embed widget