jammu And kashmir: જમ્મુ-કાશ્મીરમાં CRPFની ગાડી ખાઈમાં ખાબકી, 15 જવાન ઘાયલ
jammu And kashmir: જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના ખાઈગામ વિસ્તારમાં CRPFની ગાડી રોડ પરથી નીચે પલટી ગઈ હતી. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં 15 જવાનો ઘાયલ થયા છે,
jammu And kashmir: જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના ખાઈગામ વિસ્તારમાં CRPFની ગાડી રોડ પરથી નીચે પલટી ગઈ હતી. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં 15 જવાનો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગુરુવારે કાશ્મીરના બડગામમાં એક ટ્રક રોડ પરથી નીચે ખાબકતા સૈનિકો ઘાયલ થયા હતા. મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ખાઈગામ વિસ્તારમાં CRPF 181-F કંપનીના જવાનોને લઈ જતી ટ્રક રસ્તા પરથી લપસી ગઈ હતી. અધિકારીના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના પાખેરપોરા વિસ્તારમાં CRPFનું એક વાહન ઊંડી ખાઈમાં પડતાં મોટો અકસ્માત થયો છે. રોડ અકસ્માતમાં CRPFના ઘણા જવાનો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આજે સવારે પાખેરપોરામાં ખાઈગામ ક્રોસિંગ પાસે સીઆરપીએફનું એક વાહન ખાઈમાં પડી ગયું હતું. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.