(Source: ECI/ABP News/ABP Majha)
Jammu Kashmir: કુપવાડામાં Loc નજીક 2 આતંકી ઠાર, સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીરના કુપવાડાને અડીને આવેલી Loc પાસે ભારતીય સેના અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.
Terrorists Killed In Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના કુપવાડાને અડીને આવેલી Loc પાસે ભારતીય સેના અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કુપવાડા જિલ્લાના ડોબનાર માચલ વિસ્તારમાં પડતી નિયંત્રણ રેખા નજીક ઓપરેશનમાં આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી. એવી આશંકા છે કે આતંકીઓએ તાજેતરમાં ઘૂસણખોરી કરી હશે.
Two (02) #terrorists have been #neutralised in a joint operation of Army and Kupwara Police in Dobanar Machhal area (LoC) of #Kupwara district. Search still continues.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) June 13, 2023
લશ્કર સાથે સંકળાયેલા આતંકવાદી સહયોગીની ધરપકડ
અગાઉ બાંદીપોરા પોલીસે 13 રાષ્ટ્રીય રાઈફલ્સ અને 45 BM CRPF સાથે સંયુક્ત ઓપરેશનમાં બહરાબાદ હાજિન વિસ્તારમાંથી એલઈટી તૈયબાના આતંકવાદી સહયોગીની ધરપકડ કરી હતી. તેની પાસેથી બે ચાઈનીઝ હેન્ડગ્રેનેડ મળી આવ્યા હતા. આર્મ્સ એક્ટ અને UAPA એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે મંગળવારે (13 જૂન) આ માહિતી આપી હતી.
Bandipora Police jointly with 13 RR and 45Bn CRPF, arrested a terrorist associate of LeT outfit at Baharabad Hajin. 02 Chinese hand grenades recovered. Case registered under Arms Act & UA(P) Act:@JmuKmrPolice@KashmirPolice @DIGBaramulla pic.twitter.com/QDDOryx0Mw
— District Police,Bandipora (@bandiporapolice) June 13, 2023
નિયંત્રણ રેખાની પાર બેસેલા લોકો કાવતરા રચવામાં વ્યસ્ત
અગાઉ રવિવારે (11 જૂન), શ્રીનગર સ્થિત 15મી કોર્પ્સ અથવા ચિનાર કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC), લેફ્ટનન્ટ જનરલ અમરદીપ સિંહ ઔજલાએ કહ્યું હતું કે સુરક્ષા દળોને સતર્ક રહેવાની જરૂર છે કારણ કે નિયંત્રણ રેખા પાર બેસેલા લોકો ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
લેફ્ટનન્ટ જનરલ અમરદીપ સિંહ ઔજલાએ જણાવ્યું કે, આજનો ખતરો, જેમ કે હું જોઈ રહ્યો છું, સંદેશ, માદક પદાર્થો અથવા ક્યારેક ક્યારેક હથિયાર લઈ જવા માટે મહિલાઓ, યુવતીઓ અને કિશોરને સામેલ કરવાનો છે. અત્યાર સુધી સેનાએ કેટલીક વાત જાણવાની કોશિશ કરી છે જે એક ઉભરતી પ્રવૃતિને ઉજાગર કરે છે.
દુશ્મનની કોઈપણ નાપાક યોજનાને નિષ્ફળ બનાવવા માટે તૈયાર
કટ્ટરપંથથી છુટકારો મેળવવાની રણનીતિ મુજબ સેનાએ કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન સાથે મળીને અનેક પહેલ કરી છે, જેમાંથી એક 'સહી રાસ્તા' કાર્યક્રમ છે જે તાજેતરના સમયમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે. "અમે કાશ્મીરમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ખૂબ લાંબી સફર નક્કી કરી ચૂક્યા છીએ.
પાકિસ્તાનનું નામ લીધા વિના લેફ્ટનન્ટ જનરલ ઔજલાએ કહ્યું કે પડકાર એ છે કે પાડોશી દેશ પોતાના ઈરાદા છોડ્યો નથી અને પીર પંજાલની બંને બાજુએ વારંવાર મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. ઉત્તર કાશ્મીરના માછિલ સેક્ટરમાં તાજેતરમાં ઘૂસણખોરીનો પ્રયાસ તેની સંડોવણીનો પુરાવો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનની એજન્સીઓ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ દુશ્મનની કોઈપણ નાપાક યોજનાને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.