દુનિયાભરમાં કોરોનાથી જેટલા લોકો મર્યા તેના 22 ટકા ભારતમાં મર્યા, જાણો કોણે આપ્યા ચોંકાવનારા આંકડા
અધિકારીક કોવિડ મૃત્યુના રેકોર્ડ પ્રમાણે 1 જાન્યુઆરી 2020 થી 31 ડિસેમ્બર 2021 સુધીમાં 59 લાખ લોકોના મોત થયા છે. જો કે, દુનિયાભરમાં નોંધાયેલા આંકડા કરતાં ત્રણ ગણા વધુ લોકોનાં મોત થયા હોઈ શકે છે.
Worldwide Covid Deaths: દુનિયાભરમાં કોરોના વાયરસથી થયેલા મોતના જે આંકડા નોંધાયા છે તેનાથી ત્રણ ગણા વધુ લોકોનાં મોત થયા હોઈ શકે છે. ધી લૈંસેટમાં પ્રકાશિત થયેલા એક વિશ્લેષણમાં આ જાણકારી આપવામાં આવી છે. અધિકારીક કોવિડ મૃત્યુના રેકોર્ડ પ્રમાણે 1 જાન્યુઆરી 2020 થી 31 ડિસેમ્બર 2021 સુધીમાં 59 લાખ લોકોના મોત થયા છે. જો કે, નવા અધ્યયનના અનુમાન પ્રમાણે આ સમયમાં 1.82 કરોડ વધુ લોકોનાં મોત થયા હોઈ શકે છે અને એકલા ભારતમાં કુલ વૈશ્વિક મોતોના આંકડામાં 22 ટકા મોત થયેલા હોઈ શકે છે.
ભારતમાં થયા વધુ મોતઃ
બધા કારણોથી થયેલા મોતનો આંકડો અને નોંધાયેલા કુલ મોતના આંકડા વચ્ચે રહેલા અંતરનો આંકડો મહામારીથી થયેલા ખરેખર મોતની સંખ્યા દર્શાવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે સવારે આપેલી માહિતી અનુસાર ભારતમાં કુલ મોતનો આંકડો 5,15,714 છે. જો કે, સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, 31 ડિસેમ્બર 2021 સુધીમાં ભારતમાં વધુ 41 લાખ લોકોના મોત થયાં છે અને ભારત લગભગ સાત દેશોની યાદીમાં સૌથી ઉપર છે જે, 24 મહિનાના સમયગાળામાં મહામારીથી થયેલા વૈશ્વિક મોતમાં સૌથી વધુ મોત છે.
વધુ વસ્તી વધુ મોત માટે જવાબદારઃ
બીજા દેશો અમેરિકા (11 લાખ), રશિયા (11 લાખ), મેક્સિકો(7.98 લાખ), બ્રાઝિલ (7.92 લાખ), ઈંડોનેશિયા (7.36 લાખ) અને પાકિસ્તાન (6.64 લાખ) લોકોનાં મોત થયા છે. આ દેશોમાં વસ્તી પ્રમાણે મૃત્યુદર જોઈએ તો રશિયાનો મૃત્યુ દર 1 લાખ લોકોએ 375 મોત, મેક્સિકોમાં 325 મોત, બ્રાજીલમાં 187 મોત, અમેરિકામાં 179 મોત થયા હતા. આ સ્ટડીમાં એ જાણવા મળ્યું છે કે, પોતાની વધુ વસ્તીના કારણે ભારતમાં વધુ મોત થયાં છે તેથી વૈશ્વિક કુલ મોતોના આંકડાના 22 ટકા મોત ફક્ત ભારતમાં જ થયા છે. 53 લાખ વધુ મોત સાથે દક્ષિણ એશિયામાં કોરોનાથી અનુમાનિત વધુ મોતનો આંકડો સૌથી વધુ હતો. તેના પછી ઉત્તરી આફ્રિકામાં અને મધ્ય પૂર્વ 17 લાખ મોત અને પૂર્વ યુરોપ 14 લાખ મોત થયા હતા.
બહુવિધ સ્ત્રોતોમાંથી ડેટા
74 દેશો અને 266 રાજ્યો અને પ્રાંતો માટે 2021, 2020 અને 11 અગાઉના વર્ષોમાં થયેલા કુલ મૃત્યુ અંગેનો સાપ્તાહિક અથવા માસિક ડેટા સરકારી વેબસાઇટ્સ, વર્લ્ડ ડેથ ડેટાબેઝ, હ્યુમન ડેથ ડેટાબેઝ અને યુરોપિયન સ્ટેટિસ્ટિક્સ ઑફિસની સંશોધન દ્વારા મેળવવામાં આવ્યો હતો. સંશોધકોએ જણાવ્યું હતું કે, COVID-19થી થતા મૃત્યુ અને મહામારીના પરોક્ષ પરિણામ વચ્ચેના મૃત્યુ વચ્ચે તફાવત કરવો મહત્વપૂર્ણ છે.