શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના દિગ્ગજ નેતાની 22 વર્ષની છોકરીનું નામ આવ્યું મની લોન્ડ્રિંગમાં, સંપત્તિ જાણીને ચોંકી જશો
શિવકુમારની દીકરી ઐશ્વર્યા 22 વર્ષની છે અને તે મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ છે.
નવી દિલ્હીઃ કર્ણાટકના પૂર્વ મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની મુશ્કેલી વધી ગઈ છે. શિવકુમાર બાદ તેની અબજોપતિ દીકરી ઐશ્વર્યા ગુરુવારે મની લોન્ડ્રિંગ મામલે પૂછપરછ માટે ઈડી સામે હાજર થઈ હતી. ઐશ્વર્યા સવારે 10.40 કલાકે ઈડી કાર્યાલય પહોંચી હતી. આ દરિયાન ડીકે શિવકુમારને પણ ગુરુવારે ઈડી કાર્યાલય લાવવામાં આવ્યા હતા.
જાણકારી પ્રમાણે ડીકે શિવકુમારે પોતાની દીકરીનાં નામે કરોડોની સંપત્તિઓમાં રોકાણ કર્યું છે, જેને લઇને ઇડીએ પુછપરછ માટે ઐશ્વર્યાને બોલાવી હતી. 2018ની ચૂંટણીમાં શિવકુમારે પોતાના સોગંદનામામાં દીકરીનાં નામ પર 108 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી, જ્યારે 2013નાં સોગંદનામામાં તેમની દીકરીનાં નામે ફક્ત 1.1 કરોડ જ સંપત્તિ હતી. એટલે કે 5 વર્ષો દરમિયાન તેની સંપત્તી 100 કરોડ પાર પહોંચી ગઈ છે.
શિવકુમારની દીકરી ઐશ્વર્યા 22 વર્ષની છે અને તે મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ છે. ઐશ્વર્યા શિવકુમાર દ્વારા સ્થાપિત એજ્યુકેશનલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી અને પ્રમુખ વ્યક્તિઓમાંથી એક છે. આ ટ્રસ્ટ અનેક કૉલેજો અને એન્જિનિયરિંગનું સંચાલન કરે છે. ઐશ્વર્યા 2017માં સિંગાપુરમાં કૉફી ડે અને સોલ સ્પેસની વચ્ચે થયેલા સોદામાં પણ ભાગીદાર હતી. આ કારણે ઈડી તેની સાથે પુછપરછ કરવા ઇચ્છતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement