શોધખોળ કરો
Advertisement
આંધ્રપ્રદેશઃ વિજયવાડામાં લોકડાઉન દરમિયાન મિત્રો સાથે ગંજીફો ચિપવો પડ્યો ભારે, 24 લોકો થયા કોરોનાથી સંક્રમિત
અધિકારીના જણાવ્યા મુજબ, કૃષ્ણ લંકા વિસ્તારમાં સમય પસાર કરવા માટે ટ્રક ચાલક મિત્રો અને પડોશીઓ સાથે મળીને પત્તા રમી રહ્યા હતા. જ્યારે મહિલાઓ તંબોલા રમતી હતી. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગનો અભાવ હોવાના કારણે 24 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
અમરાવતીઃ આંધ્રપ્રદેશના વિજયવાડા શહેરમાં લોકડાઉનના કારણે સમય પસાર કરવાના ઈરાદે મિત્રો અને પડોશીઓ સાથે પત્તા રમવાના ચક્કરમાં 24 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. આ જાણકારી કૃષ્ણા જિલ્લાના જિલ્લા અધિકારી મોહમ્મદ ઈમ્તિયાઝે આપી હતી. તેમણે જણાવ્યું કે, વિજયવાડામાં ટ્રક ચાલક દ્વારા સમય પસાર કરવાના હેતુથી અનેક લોકો ભેગા થઈને પત્તા રમતા હતા. આ વિસ્તારમાં છેલ્લા બે દિવસોમાં આશરે 40 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
અધિકારીના જણાવ્યા મુજબ, કૃષ્ણ લંકા વિસ્તારમાં સમય પસાર કરવા માટે ટ્રક ચાલક મિત્રો અને પડોશીઓ સાથે મળીને પત્તા રમી રહ્યા હતા. જ્યારે મહિલાઓ તંબોલા રમતી હતી. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગનો અભાવ હોવાના કારણે 24 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ ઘટના કર્મિકા નગરમાં બની હતી. ટ્રકે ચાલકે સામાજિક અંતરનું ઉલ્લંઘન કર્યુ હતું.
વીડિયો સંદેશમાં જિલ્લા અધિકારીએ કહ્યું કે, સામાજિક અંતર ન જાળવવાથી કોરોના સંક્રમણ ફેલાયું છે. તેમણે સંક્રમણથી બચવા સોશિયલ ડિસ્ટેંસિંગના પાલનની અપીલ કરી હતી. વિજયવાડામાં અત્યાર સુધીમાં કોવિડ-19ના આશરે 100 મામલા સામે આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં સંક્રમિતોની સંખ્યા 26,496 થઈ છે. જ્યારે 824 લોકોના મોત થયા છે અને 5804 લોકો સાજા થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement