શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્હીમાં હોમ ક્વોરેન્ટાઈનમાં બેદરકારી પડી ભારે, એક જ પરિવારના 26 લોકોનો આવ્યો પોઝિટિવ રિપોર્ટ
આ પરિવારના લોકો કન્ટેનમેંટ ઝોનમાં હોવા છતાં એકબીજાના ઘરે જતા હતા. એકબીજાના રૂમમાં પ્રવેશ કરતા અને પરસ્પર મળતા હતા.
નવી દિલ્હીઃ હોમ ક્વોરેન્ટાઈનમાં નાની અમથી ભૂલ કોરોના સામે જંગમાં સૌથી મોટો ઝટકો બની શકે છે. દિલ્હીમાં કોરોના હોટસ્પોટ જંહાગીરપુરીમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક જ પરિવારના 26 કોરોના સંક્રમિત મળવાથી કોરોના વાયરસ સામે લડી રહેલી સ્વાસ્થ્ય એજન્સીઓને મોટો ફટકો લાગ્યો છે. નવા સંક્રમિતોમાં યુવાનોની સાથે બાળકો પણ છે.
આ પરિવારના લોકો કન્ટેનમેંટ ઝોનમાં હોવા છતાં એકબીજાના ઘરે જતા હતા. એકબીજાના રૂમમાં પ્રવેશ કરી રહ્યા હતા અને પરસ્પર મળતા હતા. પરંતુ હવે તેમની આ બેદરકારીના કારણે સમગ્ર પરિવાર વાયરસના સંકજામાં આવી ગયો છે.
દિલ્હીના જહાંગીરપુરીના સી બ્લોકમાં એક મહિલાનું મોત થયું હતું. જે બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ 60થી વધારે લોકોને ક્વોરેનટાઈનમાં રાખવામાં આવ્યા હતા. જેમાંથી 26 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ વિસ્તારને થોડા દિવસો પહેલા સીલ કરી દેવામાં આવ્યો હતો.
હોમ ક્વોરેન્ટાઈન કે કન્ટેનમેંટઝોનમાં તમારે સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું ખૂબ જરૂરી છે. એક ઘરમાં રહેતા હોવા છતાં એક મીટરથી વધારે અંતર જાળવી રાખવું જરૂરી છે. હોમ ક્વોરેન્ટાઈનમાં પિકનિક મનાવવા જેવો કોઈ કાર્યક્રમ નથી હતો. જહાંગીરપુરીના આ પરિવારને કદાચ આવી જ ભૂલ ભારે પડી ગઈ, જેનું પરિણામ સંક્રમણના રૂપમાં આવ્યું છે.
દિલ્હીમાં કોરોના વાયરસના કુલ 1893 સંક્રમિતો છે. જેમાંથી 72 સાજા થઈ ગયા છે અને 42 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion