શોધખોળ કરો
Advertisement
વર્ષ 2016થી 2018 વચ્ચે UAPA હેઠળ 3005 કેસ દાખલ થયા, 3974ની કરાઇ ધરપકડઃ સરકાર
રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે, એનસીઆરબી એક કેન્દ્રિય એજન્સી છે. જે રાજ્યો અને સંઘશાસિત પ્રદેશો દ્ધારા સૂચિત કરાયેલા ગુના સંબંધિત આંકડાઓનું સંકલન કરે છે
નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ બુધવારે કહ્યું હતું કે વર્ષ 2016થી 2018 વચ્ચે 'ગેરકાયદે હિલચાલ રોકથામ અધિનિયમ (યુએપીએ) હેઠળ કુલ 3005 કેસ દાખલ કરવામાં આવ્યા છે જ્યારે આ સમયગાળામાં આ કાયદા હેઠળ 3974 લોકોની ધરપકડ કરાઇ હતી.
રાજ્યસભામાં એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, એનસીઆરબી એક કેન્દ્રિય એજન્સી છે. જે રાજ્યો અને સંઘશાસિત પ્રદેશો દ્ધારા સૂચિત કરાયેલા ગુના સંબંધિત આંકડાઓનું સંકલન કરે છે અને તેને પોતાના વાર્ષિક પ્રકાશન ‘ભારત મેં અપરાધ’માં પ્રકાશિત કરે છે.
તેમણે કહ્યું કે, નવીનતમ પ્રકાશિત રિપોર્ટ વર્ષ 2018ની છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2016, 2017 અને 2018 દરમિયાન યુએપીએ હેઠળ ક્રમશઃ કુલ 922,901 અને 1182 કેસ દાખલ થયા હતા અને કુલ 999,1554 અને 1421 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.
મંત્રીએ જણાવ્યું કે, એનસીઆરબી તરફથી પ્રાપ્ત સૂચના અનુસાર, વર્ષ 2016,2017 અને 2018 દરમિયાન દેશમાં યુએપીએ હેઠળ દાખલ કેસની કુલ સંખ્યા ક્રમશઃ 232,272 અને 317 છે. જેમાં સુરક્ષા એજન્સીઓ તરફથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement