શોધખોળ કરો
Advertisement
મેઘ કહેર: પાંચ રાજ્યોમાં 465 લોકોના મોત, મહારાષ્ટ્ર-કેરળ સૌથી વધુ પ્રભાવિત
નવી દિલ્હી: દેશભરમાં કેટલાક રાજ્યોમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. મેઘતાંડવના કારણે ઉત્તરપ્રદેશનથી લઈને બંગાળ સુધી અને રાજસ્થાનન લઈને મહારાષ્ટ્ર સુધી પૂર અને વરસાદના કારણે 465 લોકોના મોત નીપજ્યા છે. સરકારે પાંચ રાજ્યોમાં 465 લોકોના મોત થયા હોવાના આંકડા આપ્યા છે. ઉત્તરપ્રદેશમાં અત્યાર સુધી 30 લોકોના મોત થયા છે.
કેન્દ્ર સરકારે અસમ, ગુજરાત, કેરળ, બંગાળ, મહારાષ્ટ્રમાં કુલ 465 લોકોના મોતની પુષ્ટિ કરી છે. વરસાદના કારણે બનેલી દુર્ઘટનાઓમાં અસમ 34, કેરળ 125, બંગાળમાં 116 અને મહારાષ્ટ્ર 138 લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. જ્યારે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં 30 લોકોના મોત થયા છે.
પૂર્વત્તરના રાજ્ય આસામમાં 1224 ગામ અને દસ લાખથી વધુ લોકો વરસાદથી પ્રભાવિત થયા છે, વરસાદના કારણે રાજ્યમાં 428 ઘર ધરાશાઈ થઈ ગયા છે. કેરળમાં 2232 ગામ અને 14975 લોકો પ્રભાવિત થયા છે જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ એક લાખથી વધુ લોકો મેઘતાંડવથી પ્રભાવિત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion