શોધખોળ કરો
કોરોનાથી થયેલા મોત પર સંશોધનમાં થયો મોટો ખુલાસો, સામે આવ્યા આ પાંચ મોટા કારણ
દેશમાં કોરોનાથી સંક્રમિતો 14,378 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે 480 લોકોના મોત થયા છે અને 1992 લોકો સાજા થઈ ગયા છે. વાયરસનો દરેક જગ્યાએ અલગ અલગ પ્રભાવ જોવા મળી રહ્યો છે પરંતુ મોતના પાંચ કારણ સામાન્ય છે.

નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાથી સંક્રમિતો 14,378 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે 480 લોકોના મોત થયા છે અને 1992 લોકો સાજા થઈ ગયા છે. સમગ્ર વિશ્વમાં કોરોનાથી મોતને ભેટનારા લોકોની સંખ્યા દોઢ લાખને પાર કરી ગઈ છે. જીવલેણ વાયરસના કારણે 1,54,126 લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 22 લાખને પાર કરી ગઈ છે. વિશ્વભરમાં સંક્રમિતોની સંખ્યા 22,48,330 પર પહોંચી છે. વાયરસનો દરેક જગ્યાએ અલગ અલગ પ્રભાવ જોવા મળી રહ્યો છે પરંતુ મોતના પાંચ કારણ સામાન્ય છે. (1) જે લોકોની ઉંમર 55થી વધારે છે તેમના મોતની સંખ્યા વધારે છે. આવા લોકોની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે. સંક્રમણના કારણે ફેફસાની સાથે હૃદય અને દિમાગ પર અસર પડે છે અને મોત થાય છે. (2) કોરોનાથી પુરુષોના વધારે મોત થયા છે. ઈટાલીમાં 53 ટકા પુરુષો સંક્રમિત થયા છે પરંતુ ત્યાં મોતની ટકાવારી 68 ટકા રહી છે. વૈજ્ઞાનિકો માને છે કે પુરુષો વાયરસને લઈ સતર્ક નથી રહેતા, જેના કારણે આમ થાય છે. (3) ઈમ્પીરિયલ કોલેજ-લંડનના શ્વાસ વિભાગાના પ્રોફેસર ફૈન ચુંગના જણાવ્યા મુજબ, જેમને ફેફસા, અસ્થમા, હૃદય, ડાયાબિટીસ, લિવર અને કિડની સંબંધી તકલીફ હોય તેમને વધારે ખતરો રહે છે. આવા લોકોએ સતર્ક રહેવું જોઈએ.
(4) બ્રિટનના નેશનલ હેલ્થ સર્વિસના ઓડિટમાં સામે આવ્યું કે, સંક્રમિતોમાં બે તૃતીયાંશ દર્દીઓના મોત મેદસ્વીતાના કારણે થયા હતા. આઈસીયુમાં દાખલ 63 ટકા દર્દીઓ મેદસ્વી હતા અથવા તેમનું વજન સામાન્ય કરતાં વધારે હતું. ફ્રાંસના ડો. જીન ફ્રાંસ્વાએ મેદસ્વી લોકોને મહામારીમાં સતર્ક રહેવાની સલાહ આપી છે. (5) શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી હોવાથી વાયરસ પ્રભાવી થઈ જાય છે. જે પણ કોરોનાના દર્દીના મોતનું મોટું કારણ છે. આ પ્રકારની તકલીક બીમાર વ્યક્તિની સાથે કેન્સરની સારવાર કરાવી રહેલા અને ધ્રૂમપાન કરતાં લોકોમાં હોય છે. ગંભીર રોગથી પીડિતા લોકોએ વિશેષ કાળજી રાખવી જોઈએ.
વધુ વાંચો























