શોધખોળ કરો
Advertisement
ઉ.પ્ર: ભદોહીમાં દર્દનાક અકસ્માત, ટ્રેન અને સ્કૂલ વેનની ટક્કરમાં દસ માસૂમોના મોત
લખનૌ: ઉત્તરપ્રદેશના ભદોહી જિલ્લામાં એક દર્દનાક અકસ્માત થયો છે. સોમવારે ટ્રેન અને સ્કૂલ વેનની ટક્કર થઈ જેમાં સાત બાળકોએ જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટના માનવ રહિત રેલવે ક્રોસિંગ પર થઈ છે. આ ઘટનામાં ઘણા બાળકો ઘાયલ પણ થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
જાણકારી અનુસાર આજે સવારે 8 વાગ્યે આ અકસ્માત થયો છે. સ્કૂલ વેનના ચાલકે બેદરકારીથી જોયા વિના રેલવે લાઈન પર વેન ચઢાવી દીધી હતી. આ જ સમયે આવી રહેલી ટ્રેન સાથે તેની ટક્કર થઈ ગઈ છે. આ ટક્કર એટલી મોટી હતી કે વાહનનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
ઘટનાસ્થળે પોલીસ અને રેલવેના અધિકારીઓ પહોંચી ગયા હતા. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ છે.
જે ટ્રેન સ્કૂલ વેન સાથે ભટકાઈ તે વારાણસી-ઈલાહબાદ પેસેન્જર ટ્રેન હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement