મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના નવા 7 કેસ સામે આવ્યા, જાણો કુલ કેસનો આંકડો કેટલો થયો ?
દુનિયામાં ફેલાયેલા કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉનનો ખતરો હવે દેશમાં મંડરાવવા લાગ્યા છે. આને ધ્યાનમાં રાખતા તમામ રાજ્યો એલર્ટ મૉડ પર આવી ગયા છે.
મુંબઈ: દુનિયામાં ફેલાયેલા કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉનનો ખતરો હવે દેશમાં મંડરાવવા લાગ્યા છે. આને ધ્યાનમાં રાખતા તમામ રાજ્યો એલર્ટ મૉડ પર આવી ગયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વાયરસના 7 નવા કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસની કુલ સંખ્યા 8 પર પહોંચી છે.
આજે ઓમિક્રોન વેરિઅન્ટના સાત નવા કેસની પુષ્ટિ કરવામાં આવી છે. ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત લોકોમાં, એક વ્યક્તિ પુણેનો છે, જ્યારે બાકીના છ કેસ પિંપરી-ચિંચવડમાંથી નોંધાયા છે. તમને જણાવી દઈએ કે આમાંથી ત્રણ લોકો નાઈજીરિયાથી ભારત પરત ફર્યા હતા, જ્યારે ત્રણ તેમના સૌથી નજીકના લોકો છે, જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને નવા વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
Seven more people tested positive for the #Omicron variant of COVID19 in Maharashtra. Total 8 cases of Omicron variant reported in Maharashtra so far: State Public Health Dept
— ANI (@ANI) December 5, 2021
દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ સામે આવ્યા બાદ સરકાર હરકતમાં આવી છે. કેન્દ્ર સરકાર આ મામલા પર રાજ્યોના સતત સંપર્કમાં છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશને કોરોનાના મામલામાં પત્ર લખ્યો હતો અને ચેતવણી આપી હતી. સાથે જ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને રોકવા માટે જરૂરી પગલા ભરવાના નિર્દેશ આપ્યા હતા.
આ પહેલા બેંગ્લુરુમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં ઓમિક્રોનનો 1 કેસ નોંધાયો છે. દિલ્હીમાં આજે સવારે ઓમિક્રોન વેરિઅન્ટનો નવો કેસ નોંધાયો હતો. મહારાષ્ટમાં આ પહેલા 1 કેસ નોંધાયો હતો આજે સાત નવા કેસ નોંધાતા મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના 8 કેસ થયા છે. દેશમાં હાલ ઓમિક્રોન વેરિઅન્ટ કેસની સંખ્યા 12 પર પહોંચી છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવે પત્ર લખીને રાજ્યોમાં વધતા કોરોનાના કેસને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે તમિલનાડુ, કર્ણાટક, કેરલ, ઓડિશા, મિઝોરમ અને જમ્મુ કાશ્મીરને પત્ર લખીને કોરોનાના વધતા કેસને કાબૂમાં લેવા માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની સાથે સાથે વધુમાં વધુ રસીકરણ કરવાના નિર્દેશ આપ્યા છે.
એટલું જ નહી રાજ્યોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે જરૂરી પગલા ભરવાના નિર્દેશ આપ્યા હતા. સ્વાસ્થ્ય સચિવે ઓમિક્રોનને રોકવા પગલા ભરવા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 27 નવેમ્બરના રોજ લખેલા પત્રને ટાંકીને કહ્યું કે અગાઉ જ સલાહ આપવામાં આવી છે કે તમામ રાજ્ય ઇન્ટરનેશનલ પેસેન્જર્સ પર નજર રાખે અને કોરોનાના હોટસ્પોટ ક્ષેત્રો પર ધ્યાન રાખે. સાથે કોરોના સંક્રમિત મુસાફરોની ઓળખ કરે.