શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાના આ ભૂતપૂર્વ કેપ્ટનની દરિયાદિલી: રોજ 10 હજાર લોકો માટે ભોજનની કરી વ્યવસ્થા
સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે દાસે કહ્યું કે, ‘હું દાદાનો મોટો પ્રશંસક છું અને ક્રિકેટના મેદાન પર તેમની ઘણી શાનદાર ઈનિંગ્સ જોઈ છે.
કોલકાતા: સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ઈસ્કોનના કોલકાતા કેન્દ્રની મદદ કરીને આશરે 10 હજાર લોકોના ભોજનની વ્યવસ્થા કરી હતી. કોલકાતા ઈસ્કોન રોજ આશરે 10 હજાર લોકોને ભોજન આપી રહ્યું હતું. માસ્ક અને ગ્લવ્સ પહેરી ભારતના પૂર્વ કેપ્ટને ઈસ્કોન આવીને મદદનો વાયદો કર્યો હતો. હાલ આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી અને દાદાના ભરપૂર વખાણ થઈ રહ્યાં હતાં.
ઈસ્કોન કોલકાતાના પ્રવક્તા અને ઉપાધ્યક્ષ રાધારમન દાસે કહ્યું હતું કે, અમે રોજ 10 હજાર લોકોનું જમવાનું બનાવી રહ્યાં હતા. સૌરવ ગાંગુલીએ અમારી મદદ કરી હતી અને હવે અમે રોજ 20 હજાર લોકોને ખાવાનું આપી રહ્યા છે.
દાસે કહ્યું કે, ‘હું દાદાનો મોટો પ્રશંસક છું અને ક્રિકેટના મેદાન પર તેમની ઘણી શાનદાર ઈનિંગ્સ જોઈ છે. અહીં ભૂખ્યા લોકોને ભોજન કરાવવાની તેમની ઈનિંગ સૌથી શ્રેષ્ઠ છે. અમે તેમનો આભાર માનીએ છીએ.’ નોંધનીય છે કે, આ પહેલા પણ BCCI અધ્યક્ષ 50 લાખ રૂપિયાની કિંમત અને વેલૂર મઠમાં બીજા 20 હજાર કિલો ચોખા દાનમાં આપી ચૂક્યા છે.A big thank you to Shri #SouravGanguly ji for donating to support food for 10,000 people daily here in Kolkata. Under his captaincy, the monks of ISKCON are confident to fight the battle of hunger for many families. This is the best innings played by Dada.Thank you pic.twitter.com/7k5AE3vKKF
— Radharamn Das (@RadharamnDas) April 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement