શોધખોળ કરો
Advertisement
કેજરીવાલે ખેડૂતોને આપી દેવા માફી અને મફત વિજળીની લાલચ, જાહેર કર્યો મેનિફેસ્ટો
પંજાબ: પંજાબમાં 2017માં થનાર વિધાનસભાની ચૂંટણીમાં સત્તા પર આવવા માટે આમ આદમી પાર્ટીએ આજે ખેડૂતો માટે 21 સૂત્રીય ચૂંટણી જાહેરાત પત્ર જાહેર કર્યું છે. તેની સાથે ખેડૂતો અને ખેતરોમાં કામ કરનાર શ્રમિકોની આત્મહત્યા રોકવા અને ડિસેમ્બર 2018 સુધી તેમને દેવામાંથી મુક્તિ મેળવવા અને તેમને સમુદ્ધ બનાવવા માટે કાર્ય યોજના પણ જાહેર કરી છે.
આ જાહેરાત પત્ર સમિતિના અધ્યક્ષ કંવર સંધુએ પાર્ટીની એક રેલીમાં જાહેર કર્યું છે. બાદમાં આ રેલીને આપના રાષ્ટ્રીય સમન્વયક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સંબોધિત કરી હતી. સંધૂએ કહ્યું કે, પાર્ટી 1934ના સર છોટૂરામ કાયદાને ફરીથી લાગૂ કરશે. આ કાયદા પ્રમાણે કુલ વ્યાજ કોઈ પણ સ્થિતિમાં મૂળ રકમ કરતાં વધુ હોતું નથી.
તેમને લોકોને સંબોધિત કરતા કહ્યું કે, એવા તમામ દેવા પુરા કરી દેવામાં આવશે, જેમાં ખેડૂત મૂળ રકમ કરતાં બેગણું વ્યાજ ભરી ચૂક્યો છે. આવા કેસોમાં સાહુકારોએ ખેડૂતોની જે સંપત્તિ પર કબજો કરી રાખ્યો છે તેને પણ છોડાવી દેવામાં આવશે. દેવા નીચે ડૂબેલા ખેડૂતોને તેમની જમીન અને તેમના ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.
તેમને કહ્યું કે, ગરીબ ખેડૂતો અને ખેતરમાં કામ કરનાર શ્રમિકોનું દેવું માફ કરી દેવામાં આવશે. અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના લોકોનું પણ દેવું માફ કરી દેવામાં આવશે. તેમને કહ્યું કે, અન્ય ખેડૂતોનું દેવું પણ માફ કરી દેવામાં આવશે. ડિસેમ્બર 2018 સુધી પંજાબના ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ જશે. સંધૂએ કહ્યું કે, ડિસેમ્બર 2018માં ખેડૂતોનું દેવું મુક્ત થાય ત્યાં સુધી કોઈ જોર-જબરદસ્તી કે વસૂલીની કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
આરોગ્ય
દેશ
Advertisement