AAP Top leaders defeated: ચૂંટણી હારનારા આપના દિગ્ગજ નેતાઓની યાદી, જુઓ અહીં
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સતત ત્રણ વખત સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

AAP Top leaders defeated election List: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સતત ત્રણ વખત સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. 27 વર્ષ બાદ દિલ્હીમાં સત્તા પરથી ભાજપનો વનવાસ પૂરો થયો છે. જ્યારે દિલ્હીની જનતાએ ભાજપને ફરી સત્તા આપી છે, ત્યારે તેમણે AAPના દિગ્ગજ નેતાઓને પણ જોરદાર ફટકો આપ્યો છે. પહેલી જ ચૂંટણીથી સત્તામાં આવેલી આમ આદમી પાર્ટીની ટોચની નેતાગીરીને આ વખતે મોટી હારનો સામનો કરવો પડ્યો છે. પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલથી લઈને પૂર્વ ડેપ્યુટી સીએમ સિસોદિયાથી લઈને સોમનાથ ભારતી ચૂંટણી હાર્યા છે.
ચાલો જાણીએ આમ આદમી પાર્ટીના કયા દિગ્ગજ નેતાઓ ક્યાંથી ચૂંટણી હારી ગયા ?
1. નવી દિલ્હી સીટ પરથી ચૂંટણી લડી રહેલા AAP કન્વીનર પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ ચૂંટણી હારી ગયા છે. ચૂંટણીમાં તેમને ભાજપના પૂર્વ સાંસદ પ્રવેશ વર્માએ હાર આપી હતી. પ્રવેશ વર્માએ કેજરીવાલને હરાવી પોતાનુ નામ દિગ્ગજ નેતાઓમાં સામેલ કર્યું છે.
2. પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા જેઓ અરવિંદ કેજરીવાલના ખાસ હતા, તેઓ જંગીપુરા સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. તેઓ ચૂંટણીમાં ભાજપના તરવિંદર સિંહ મારવાહનીસામે હાર્યા હતા. કોંગ્રેસે ફરહાદ સૂરીને મેદાનમાં ઉતાર્યા હતા.
3. દિલ્હી સરકારના ભૂતપૂર્વ મંત્રી અને AAP નેતા ડૉ. સત્યેન્દ્ર જૈન શકુરબસ્તીથી ચૂંટણી હારી ગયા છે. તેમને ભાજપના કરનૈલ સિંહે હરાવ્યા છે.
4. આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓમાંના એક સૌરભ ભારદ્વાજ પણ ચૂંટણી હારી ગયા છે. સૌરભ ભારદ્વાજને ગ્રેટર કૈલાશ ક્ષેત્રમાંથી બીજેપીની શિખા રાય સામે હારનો સામનો કરવો પડ્યો છે.
5. AAP નેતા રાખી બિડલા માદીપુરથી ચૂંટણી હારી ગયા છે. તેમને ભાજપના કૈલાશ ગંગવાલથી પરાજય મળ્યો છે.
6. પીઢ AAP નેતા અખિલેશ પતિ ત્રિપાઠી પણ મોડલ ટાઉનથી ચૂંટણી હારી ગયા છે. તેમને ભાજપના અશોક ગોયલથી હાર મળી છે.
7. AAP નેતા સુરેન્દ્ર ભારદ્વાજ બિજવાસનથી ચૂંટણી હારી ગયા છે. AAP છોડીને ભાજપમાં જોડાયેલા કૈલાશ ગેહલોત અહીંથી ચૂંટણી જીત્યા હતા.
8. સોમનાથ ભારતી માલવિયા નગરથી ચૂંટણી હારી ગયા છે. તેઓ ભાજપના સતીશ ઉપાધ્યાય દ્વારા નજીકના મુકાબલામાં લગભગ બે હજાર મતોથી હરાવ્યા હતા.
9. શિક્ષકમાંથી રાજકારણી બનેલા અવધ ઓઝા પટપડગંજથી ચૂંટણી હારી ગયા છે. તેઓને બીજેપીના રવિન્દ્ર સિંહ નેગીએ જંગી અંતરથી હરાવ્યા હતા.
10. AAPના રાજેશ ગુપ્તા વજીરપુરથી ચૂંટણી હારી ગયા છે. તેમને બીજેપીની પૂનમ શર્માએ લગભગ 11 હજાર મતોથી હરાવ્યા હતા.
11. બ્રહ્મ સિંહ તંવર છતરપુરથી ચૂંટણી હારી ગયા છે, તેઓ ભાજપના કરતાર સિંહ તંવરથી હાર્યા છે.





















