શોધખોળ કરો

24માં સપ્તાહે ગર્ભપાત કરાવી શકશે મહિલાઓ, મોદી કેબિનેટે આપી મંજૂરી

આ બિલ મારફતે હવે મહિલાઓ 24મા સપ્તાહે પણ ગર્ભપાત કરાવી શકશે.

નવી દિલ્હીઃ મોદી કેબિનેટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગન્સી બિલ 2020ને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી સાથે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગન્સી એક્ટ 1971માં સંશોધનનો રસ્તો સાફ થઇ ગયો છે. હવે આ બિલને સંસદમાં આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે. આ બિલ મારફતે હવે મહિલાઓ 24મા સપ્તાહે પણ ગર્ભપાત કરાવી શકશે. ગયા વર્ષે ગર્ભપાત કરાવવાની મર્યાદા વધારવા વિશે કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન સ્વાસ્થય મંત્રાલયે ગયા વર્ષે ઓગસ્ટમાં દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને તેમના ગર્ભપાતની સમયસીમા 20 સપ્તાહથી વધારીને 24થી 26 સપ્તાહ કરવા વિશે મંત્રાલયે વિચાર-વિમર્શ શરૂ કરી દીધો છે. સરકારે એફિડેવિટમાં કહ્યું હતું કે, સંબંધિત મંત્રાલય અને નીતિ આયોગનો મત જાણ્યા બાદ ગર્ભપાત સંબંધી કાયદામાં સંશોધન માટે ડ્રાફ્ટને અંતિમ રૂપ આપ્યા બાદ કાયદા મંત્રાલય પાસે મોકલી દેવામાં આવશે. મંત્રાલયે આ એફિડેવિટ અરજીકર્તા અને વકીલ અમિત સાહનીની જનહિત અરજી દાખલ કરી હતી. અમિત સાહનીએ અરજીમાં કહ્યું હતું કે મહિલા અને તેના ભૂણના સ્વાસ્થ્યને જોતા ગર્ભપાત કરાવવાનો સમયગાળો 20 સપ્તાહથી વધારીને 24થી26 સપ્તાહ કરી દેવામાં આવે. તે સિવાય અવિવાહીત મહિલાઓ અને વિધવાઓને કાયદાકીય રીતે ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવામાં આવે.

ટોપ સ્ટોરી

વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?

Richest CM: દેશના સૌથી અમીર મુખ્યમંત્રી કોણ, તેમની પાસે કેટલી છે સંપત્તિ?

IRCTC પર એક ક્લિકમાં મળશે કન્ફર્મ તત્કાલ ટિકિટ, પ્રોસેસ જાણી લો એજન્ટની નહીં પડે જરુર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી

એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ

Rishabh Pant: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઋષભ પંત ટેસ્ટમાંથી બહાર, જાણો ક્યારે મળશે બીજી તક

IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો

સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી

Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ

Embed widget