Uttarakhand Exit Poll 2022: ઉત્તરાખંડમાં કોની બનશે સરકાર? જાણો એક્ઝિટ પોલના ચોંકવનાર પરિણામ
ઉતરાખંડની વિધાનસભાની 70 બેઠકો પર 14 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. અહીં એક્ઝિટ પોલ પહેલાં જ વર્તમાન મુખ્યમંત્રી પુષ્કર ધામીએ ફરીથી ભાજપની સરકાર બનવાનો દાવો કર્યો હતો.
ઉતરાખંડની વિધાનસભાની 70 બેઠકો પર 14 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. અહીં એક્ઝિટ પોલ પહેલાં જ વર્તમાન મુખ્યમંત્રી પુષ્કર ધામીએ ફરીથી ભાજપની સરકાર બનવાનો દાવો કર્યો હતો. જો કે, ઉત્તરાખંડમાં કોની સરકાર બનશે તેની જાણ તો 10 માર્ચના રોજ આવનાર ચૂંટણી પરથી જ થશે. પરંતુ ચૂંટણી બાદ અને ચૂંટણી પરીણામ પહેલાં ABP C-Voterએ મતદારોના પ્રતિભાવો જાણ્યા હતા અને સર્વે કર્યો હતો. આ સર્વેનો એક્ઝીટ પોલ અને ઓપિનીયન પોલા હાલ જાહેર થયો છે. તો આવો જાણીએ ઉત્તરાખંડમાં કોણ સરકાર બનાવી રહ્યું છે.
ઉતરાખંડની વિધાનસભામાં કુલ 70 બેઠકો છે. આ વખતે ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સામ-સામે ચૂંટણી જંગ જામ્યો હતો. ABP C-Voter એ કરેલા સર્વેના એક્ઝિટ પોલના પરીણામ જોઈએ તો, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સત્તાની ખેંચતાણ થઈ શકે છે. એક્ઝિટ પોલના વોટિંગ શેર જોઈએ તો,
Cong - 39.3%
BJP - 40.8%
AAP - 8.7%
Others - 11.2% ટકા વોટિંગ શેર મળશે.
હવે ઉત્તરાખંડની વિધાનસભાની કુલ સીટોમાંથી કોને કેટલી સીટો મળશે તેના આંકડા જોઈએ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર થશે તેવું એક્ઝીટ પોલના પરીણામ પરથી લાગી રહ્યું છે. સીટોના આંકડા જોઈએ તો,
Cong - 32 થી 38 સીટો જીતી શકે છે.
BJP - 26 થી 32 સીટો જીતી શકે છે
AAP - 0 થી 2 સીટો જીતી શકે છે
Others - 3 થી 7 સીટો જીતી શકે છે.
ઉત્તરાખંડમાં વર્ષ 2017ના ચૂંટણી પરીણામ જોઈએ તો ભાજપે બંપર સીટો જીતીને સરકાર બનાવી હતી. ભાજપને 2017ની ચૂંટણીમાં 56 સીટો પર જીત મળી હતી. તો કોંગ્રેસને ફક્ત 11 સીટો પર જીત મળી હતી અને અન્યના ખાતામાં 3 સીટો ગઈ હતી. ઉત્તરાખંડમાં વર્ષ 2017ની ચૂંટણીમાં 65.56 ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે 65.37 ટકા મતદાન થયું છે.