ABP Cvoter Karnataka Opinion Poll Live: કર્ણાટકને લઈ ABP ન્યૂઝનો ફાઈનલ ઓપિનિયન પોલ, BJPને લાગી શકે છે મોટો ઝટકો, જાણો સર્વેના ચોંકાવનારા આંકડા
કર્ણાટકની 224 સભ્યોની વિધાનસભા માટે 10 મેના રોજ મતદાન થશે અને મતગણતરી 13 મેના રોજ થશે.
LIVE
Background
ABP News Cvoter Karnataka Opinion Poll 2023 Live: કર્ણાટકની 224 સભ્યોની વિધાનસભા માટે 10 મેના રોજ મતદાન થશે અને મતગણતરી 13 મેના રોજ થશે. ચૂંટણી ખૂબ નજીક છે. રાજ્યના મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને જેડીએસે ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. પક્ષો દ્વારા એકબીજા પર વાર પલટવાર કરવામાં આવી રહ્યો છે. નિવેદનબાજી ઉગ્ર બની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો અને રેલીઓ દ્વારા ભાજપની વિકાસ યોજનાઓ જણાવવાની સાથે કોંગ્રેસ પર પ્રહાર કરવાની એક પણ તક ગુમાવી રહ્યા નથી. બીજી તરફ કોંગ્રેસે ભાજપને નિશાન બનાવવા માટે કેટલાક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાંથી તે 40 ટકા કમિશનના મુદ્દે ભાજપને ઉગ્રતાથી ઘેરી રહી છે.
બેંગલુરુમાં શનિવારે (6 મે) ના રોજ પીએમ મોદીના તેમના 26 કિમીના રોડ શો પછી કોંગ્રેસે કહ્યું કે કર્ણાટકના લોકોએ સમજાવવું જોઈએ કે ભાજપે શા માટે રાજ્યમાં 40 ટકા કમિશન સિસ્ટમને ખીલવા દીધી.
પીએમ મોદી પર કટાક્ષ કરતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કર્યું કે આ વખતે મુશ્કેલી એટલી છે કે બે દિવસમાં 40 કિલોમીટરનો રોડ શો આખા શહેરને થંભાવી દિધુ છે, અફરાતફરી ફેલાઈ રહી છે અને મહત્વની પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓમાં અનિશ્ચિતતા પેદા થઈ રહી છે.
બીજી તરફ કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ શનિવારે (6 મે)ના રોજ બેંગલુરુમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે એક ઓડિયો ક્લિપ શેર કરી અને આરોપ લગાવ્યો કે ચિત્તપુરના ભાજપના ઉમેદવાર મણિકાંત રાઠોડે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તેમના સમગ્ર પરિવારની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
રોડ શો પછી કર્ણાટકના બદામીમાં જનસભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ 'ભારત માતા કી જય' સાથે 'બજરંગબલી કી જય' ના નારા લગાવ્યા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં બજરંગ દળ અને PFI જેવા સંગઠનો પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. ભાજપે બજરંગ દળના મુદ્દાને બજરંગબલી તરફ વાળ્યો છે અને પીએમ મોદી દરેક રેલીમાં 'બજરંગબલી કી જય'ના નારા લગાવી રહ્યા છે.
રેલીમાં કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે અમે કર્ણાટકને નંબર વન બનાવવા માટે કામ લઈને આવ્યા, પરંતુ કોંગ્રેસે નક્કી કર્યું છે કે તે પોતાની જૂની આદતો છોડશે નહીં. તે તુષ્ટિકરણ, તાળાબંધી અને ગાળને જ ચૂંટણીનો મુદ્દો બનાવશે. કર્ણાટકમાં રાજકીય સંઘર્ષની વચ્ચે CVoter એ એબીપી ન્યૂઝ માટે ઘણા સવાલો પર લોકોના અભિપ્રાય લીધા છે.
કર્ણાટકમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી શકે છે ?
કર્ણાટકમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી શકે છે ?
કુલ બેઠકો 224
ભાજપ - 73 થી 85 બેઠકો
કોંગ્રેસ - 110 થી 122 બેઠકો
જેડીએસ - 21 થી 29 બેઠકો
અન્ય- 02 થી 06 બેઠકો
કર્ણાટકમાં કઈ પાર્ટીને કેટલો વોટ શેર મળી શકે છે ?
કર્ણાટકમાં કઈ પાર્ટીને કેટલો વોટ શેર મળી શકે છે ?
કુલ બેઠકો 224
ભાજપ - 36 ટકા
કોંગ્રેસ - 40 ટકા
જેડીએસ - 16 ટકા
અન્ય - 08 ટકા
હૈદરાબાદ કર્ણાટક રીઝનમાં કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી શકે છે ?
હૈદરાબાદ કર્ણાટક રીઝનમાં કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી શકે છે ?
કુલ બેઠકો 31
ભાજપ - 6 થી10
કોંગ્રેસ - 18 થી 22
જેડીએસ- 0-2
અન્ય - 0-3
હૈદરાબાદ કર્ણાટક રીઝનમાં કઈ પાર્ટીને કેટલો વોટ શેર મળી શકે છે ?
હૈદરાબાદ કર્ણાટક રીઝનમાં કઈ પાર્ટીને કેટલો વોટ શેર મળી શકે છે ?
કુલ બેઠકો 31
ભાજપ - 38 ટકા
કોંગ્રેસ - 45 ટકા
જેડીએસ- 10
અન્ય - 7
મુંબઈ કર્ણાટક રીઝનમાં કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી શકે ?
મુંબઈ કર્ણાટક રીઝનમાં કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી શકે ?
કુલ બેઠકો 50
ભાજપ - 22 થી 26 બેઠકો
કોંગ્રેસ - 24 થી 28 બેઠકો
જેડીએસ - 0 થી 1 સીટ
અન્ય - 0 થી 1 સીટ