શોધખોળ કરો
Advertisement
ABP e-Shikhar Sammelan: ગયા વર્ષે નવા-નવા ફેંસલા લેવાયા, નવી વિચારસરણીથી દેશને ચલાવ્યોઃ મંત્રી જિતેન્દ્ર સિંહ
આ કાર્યક્રમમાં મોદી સરકારનો કાર્યકાળ કેવો રહ્યો, આ સવાલ પર સત્તાપક્ષ અને વિપક્ષ સામે સવાલો છે. e-શિખર સંમેલનમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સરકારની એક વર્ષની ઉપલબ્ધિઓને ગણાવી હતી
નવી દિલ્હીઃ આખો દેશ અત્યારે જીવલેણ કોરોના સામે જંગ લડી રહ્યો છે, કેન્દ્ર સરકારથી લઇને તમામ રાજ્યોની સરકારો આને રોકવા માટે સંભવ પગલા ભરી રહી છે. આ દરમિયાન મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળનું એક વર્ષ પુરુ કરવા જઇ રહી છે. આ પ્રસંગે એબીપી ન્યૂઝ આજે e Shikhar Sammelan આયોજિત કરી રહ્યું છે.
આ કાર્યક્રમમાં મોદી સરકારનો કાર્યકાળ કેવો રહ્યો, આ સવાલ પર સત્તાપક્ષ અને વિપક્ષ સામે સવાલો છે. e-શિખર સંમેલનમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સરકારની એક વર્ષની ઉપલબ્ધિઓને ગણાવી હતી.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે ગયા વર્ષે મોટા મોટા ફેંસલા લેવામાં આવ્યા, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી, રામ જન્મભૂમિનો વિવાદ ખતમ થઇ ગયો. સીએએને લઇને ફેંસલો લેવામાં આવ્યો, અમે અસંભવને સંભવ બનાવ્યુ છે, અને નવી વિચારસરણીની સાથે દેશને ચલાવ્યો છે.
જિતેન્દ્ર સિંહે કહ્યું કે, સીએએ અને એનઆરસી પર ભ્રમ ફેલાવવામાં આવ્યો છે. હું કોરોનાને લઇને કોઇનુ નામ નહીં લઉ, પણ કોઇએ તો આને ભ્રમ ફેલાવ્યો છે. કોઇ તો પૉકેટ હતુ જેના કારણે કોરોના ફેલાયો. મીડિયાએ જ તેને બતાવ્યુ, બધા જાણે છે કોરોના કોણે ફેલાવ્યો.
પીએમઓમાં રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વનેતા બનીને ઉભર્યા છે. પહેલીવાર ભારતનો આવો નેતા દુનિયામા સામે આવ્યો છે, અને દુનિયામાં ચર્ચિત થયો છે. કોરોના પછીની દુનિયા ભારત માટે મોકો હશે. આમ છતા અમે પ્રયાસ કરીશુ કે ટાઇમલાઇનનુ પુરેપુરુ પાલન થાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion