શોધખોળ કરો
Advertisement
અનુરાધા પૌડવાલના દીકરાનું મોત, જાણો શું હતી બીમારી
મળતી માહિતી પ્રમાણે, આદિત્યની કિડની ફેઇલ થવાના કારણે આજે સવાર નિધન થયું હતું.
નવી દિલ્હીઃ બોલિવૂડની બેકગ્રાઉન્ડ સિંગર અને ભક્તિ ગાયિકા અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્ય પૌડવાલનું નિધન થયું છે. તે 35 વર્ષનો હતો અને છેલ્લા ઘણા સમયથી બીમાર હતો. આદિત્યને કિડનીની બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, આદિત્યની કિડની ફેઇલ થવાના કારણે આજે સવાર નિધન થયું હતું. આદિત્યના નિધનથી પૌડપાલ પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. આદિત્ય પણ તેની માતાની જેમ ભજન અને ભક્તિ ગીત ગાતો હતો. ઉપરાંત મ્યૂઝિક પણ કંપોઝ કરતો હતો.
તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ભક્તિ ગીતો પર જ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. આદિત્ય સારો મ્યૂઝિક ડાયરેકટર હતો. તેનું નામ દેશના સૌથી ઓછી ઉંમરના મ્યૂઝિક ડાયરેક્ટરની કેટેગરીમાં લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement