(Source: ECI/ABP News/ABP Majha)
મસૂરી: જો આપ કમ્પટી ફોલ પર ફરવા જવા ઇચ્છતાં હો તો પહેલા આ નિયમો જાણો
કોરોના કાળમાં જીવલેણ લાપરવાહી પર એબીપી ન્યૂઝના અહેવાલની અસર થઇ છે. ગઇ કાલ ગુરૂવારે એબીપી ન્યુઝે મસૂરી કેમ્પટી ફોલમાં પ્રવાસીઓની ભારી ભીડની તસવીર બતાવી હતી
નવી દિલ્લી: કોરોના કાળમાં જીવલેણ લાપરવાહી પર એબીપી ન્યુઝના અહેવાલની અસર થઇ હતી. કાલે એબીપી ન્યુઝે મસૂરીમાં કેમ્પ્ટી ફોલમાં પ્રવાસીઓની ભારે ભીડની તસવીર બતાવી હતી. આ તસવીર જોયા બાદ પ્રશાસન જાગ્યું અને કેટલા નિયંત્રણ લાદ્યા છે.
મસૂરીના કેમ્પટી ફોલમાં હવે માત્ર 50 પ્રવાસીઓને જ એન્ટ્રી મળશે. આટલું જ નહીં પ્રવાસીઓને અહીં અડધા કલાકથી વધુ નહીં રોકાવવામાં દેવામાં આવે. કેમ્પટીફોલમાં એક ચેક પોસ્ટ પણ બનાવવામાં આવશે. જે ભીડને નિંયત્રિત કરશે.
મસૂરી અને અને તેના નજીકના કેમ્પટી ફોલમાં હાલ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. અહીં મોનસૂનને એન્જોય કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓની સંખ્યાને જોઇને વેપારીઓના ચહેરા ખીલી ઉઠ્યાં છે. જો કે ધોધમાં ન્હાવા દરમિયાન સામાજિક અંતરના ધજાગરા ઉડતાં જોવા મળ્યાં. જેના દ્રશ્યોના કારણે એક વખત ફરી કોરોના ફેલાવવાનું જોખમ વધી ગયું છે. સોશિયલ મીડિયા પર અહીંની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ હતી. એબીપી ન્યુઝે પણ ઘટનાની નોંધ લેતાં અહેવાલ રજૂ કર્યો હતો. એબીપી ન્યુઝની અસરના પગલે તંત્ર દ્રારા કેટલાક નિયંત્રણ લાદવામાં આવ્યાં છે.