શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પાકિસ્તાનનુ નવુ કાવતરુ, કાશ્મીરમાં હુમલા માટે અફઘાની મૂળના આતંકીઓ મોકલી રહ્યું છેઃ સુત્ર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પાકિસ્તાની સેના, ISI અને આતંકીઓની વચ્ચે મિટીંગ થઇ છે. બેઠકમાં આતંકીઓને કાશ્મીરમાં ફિદાઇન હુમલા માટે કહેવામાં આવ્યુ છે
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ હવે કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય થતી દેખાઇ રહી છે. જોકે, આ મુદ્દે ગભરાયેલા પાકિસ્તાને નવી ચાલ ચાલી છે. સુત્રો તરફથી માહિતી મળી છે કે, પાકિસ્તાની કાશ્મીરમાં નવુ કાવતરુ કરવાની ફિરાકમાં છે, કાશ્મીરમાં આતંકી હુમલો કરાવી શકે છે.
ગુપ્તતર સુત્રો અનુસાર, કાશ્મીરમાં એક ખતરનાક કાવતરાનો ખુલાસો કરાયો છે, પાકિસ્તાની સેના અને ISI કાશ્મીરમાં અફઘાની મૂળના આતંકીઓને મોકલી રહ્યુ છે, કાશ્મીરમાં કેટલાક એવા આતંકીઓ દેખાયા છે જે ઉર્દૂ બોલે છે નહીં કે કાશ્મીરી.
રિપોર્ટ એવા પણ છે કે, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પાકિસ્તાની સેના, ISI અને આતંકીઓની વચ્ચે મિટીંગ થઇ છે. બેઠકમાં આતંકીઓને કાશ્મીરમાં ફિદાઇન હુમલા માટે કહેવામાં આવ્યુ છે. ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઇ છે, અને કાશ્મીરમાં અફઘાની મૂળના ચહેરાઓને ઓળખવાની કોશિશ કરાઇ રહી છે. પાકિસ્તાન લાખ કોશિશ કરે પણ સુરક્ષાદળોના જવાનો સતર્ક છે અને આતંકીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચલાવી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion