શોધખોળ કરો

UPમાં 26 વર્ષ બાદ SP-BSPનું ગઠબંધન, રાયબરેલી-અમેઠીમાં કોંગ્રેસ સામે લોકસભામાં નહીં ઉતારે ઉમેદવાર

લખનઉઃ અયોધ્યા આંદોલન દરમિયાન બીજેપીને રોકવા માટે 1993માં મુલાયમ સિંહ યાદવ અને કાંશીરામે હાથ મિલાવ્યા હતા. જેના 26 વર્ષ બાદ ફરી એકવખત મુલાયમ સિંહના દીકરા અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને બીએસપી સુપ્રીમો માયાવતી ફરી એક વખત સાથે આવ્યા છે. 2014ની લોકસભા ચૂંટણી અને તે બાદ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ બંને પક્ષોએ ચાલુ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને રોકવા માટે ફરી ગઠબંધન કર્યું છે. અખિલેશ અને માયાવતી પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ કહ્યું કે, સપા-બસપાની આ પ્રેસ કોન્ફરન્સ પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ બંનેની ઉંઘ ઉડાવવા માટે થઈ રહી છે. લખનઉ ગેસ્ટ હાઉસ કાંડને ભૂલી જઈ અમે દેશહિતમાં એક થવાનો ફેંસલો લીધો. બસપા અને સપા ગઠબંધનમાં ચૂંટણી લડે તો કેન્દ્રમાં બીજેપીને સત્તામાં આવતી રોકી શકાય છે. આગામી લોકસભા અમે ગઠબંધનમાં લડવાનો નિર્ણય લીધો છે. જે દેશમાં નવી રાજકીય ક્રાંતિનું નેતૃત્વ કરશે. એસપી-બીએસપી ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ નહીં કરવા પર માયાવતીએ કહ્યું, કોંગ્રેસ લાંબા સમય સુધી દેશમાં સત્તામાં નહીં રહે. તેમના કાર્યકાળમાં વધી ગરીબી, ભ્રષ્ટાચાર થયો હતો. કોંગ્રેસે દેશમાં કટોકટી લગાવી. એસપીનો કોંગ્રેસ સાથે કડવો અનુભવ રહ્યો હતો અને ગઠબંધન કરવાથી કોઈ ફાયદો થયો નહોતો. રાયબરેલી અને અમેઠીમાં કોંગ્રેસ સામે કોઈ ઉમેદવાર નહીં ઉતારવામાં આવે. માયાવતીએ લોકસભા ચૂંટણીમાં સીટની ફાળવણી અંગે જાહેરાત કરતાં જણાવ્યું કે, યુપીમાં લોકસભાની 80 સીટો પૈકી બીએસપી અને એસપી 38-38 સીટ પર ચૂંટણી લડશે. કોંગ્રેસ માટે 2 સીટ છોડવામાં આવી છે. અન્ય નાના પક્ષોને બે સીટ આપવામાં આવશે. લોકસભા ચૂંટણી લડવા અંગે માયાવતીએ કહ્યું કે, આ અંગે તમને પછીથી જણાવીશ. સપા-બસપાનું ગઠબંધન સ્થાયી હોવાનું તેણે ઉમેર્યું કે, માત્ર 2019 જ નહીં 2022ની ચૂંટણી પણ અમે સાથે લડીશું. જે બાદ પણ અમે સાથે ચૂંટણી લડીશું. અખિલેશ યાદવે કહ્યું કે,  ભાજપના અહંકારનો વિનાશ કરવા ગઠબંધનની જરૂર હતી. માયાવતીનું અપમાન મારું અપમાન છે.  ભાજપ ભગવાનને પણ જાતિમાં વહેંચવાનું કામ કરી રહ્યું છે. કેન્દ્રની ખોટી નીતિઓના કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. બીજેપીએ ઉત્તર પ્રદેશને જાતિ પ્રદેશ બનાવ્યું. બસપા સુપ્રીમો માયાવતીને વડાપ્રધાન બનાવવાના સવાલ પર સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, ઉત્તર પ્રદેશા હંમેશા વડાપ્રધાન આપ્યા છે. હું ઈચ્છીશ કે આવ ખતે પણ યુપીથી વડાપ્રધાન આવે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget