કોરોનાની રસી લીધા પછી કોરોનાના ચેપથી બચવા માટે શું કરવું જરૂરી ? જાણો અત્યંત મહત્વની વિગત
દેશમાં કોરોનાની બીજી લહેર ભયંકર સાબિત થઇ રહી છે. સતત વધતા પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા માટે પડકારરૂપ સાબિત થઇ રહ્યો છે. આ સ્થિતિમાં વેક્સિન જ આશાનું કિરણ છે. વેક્સિન 100 ટકા વાયરસથી રક્ષણ નથી આપતી પરંતુ સંક્રમણને ગંભીર સ્તરે લઇ જતું ચોક્કસ અટકાવે છે. એકસપર્ટના મત મુજબ વેક્સિનેટ વ્યક્તિએ શું કરવું જોઇએ. જાણીએ
કોરોનાની બીજી લહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દેશમાં રોજ લાખોની સંખ્યામાં કેસ આવી રહ્યાં છે. તો બીજી તરફ વેક્સિનેશન અભિયાનને તેજ બનાવવા માટે 18 વર્ષથી મોટી ઉંમરનાને પણ વેક્સિન આપવામાં આવી રહ્યું છે. જો કે વેક્સિનેટ થયા બાદ પણ ચેપ લાગી શકે છે. આ સ્થિતિમાં વેક્સિનેટ થયા બાદ શું કરવાથી સંક્રમણથી બચી શકાય છે. જાણીએ શું કહે છે એકસપર્ટ
કોરોનાની વેક્સિન લીધા બાદ પણ કેટલાક કેસમાં લોકો સંક્રમિત થઇ રહ્યાં છે આ સ્થિતિમાં સવાલ ઉભો થવો સ્વાભાવિક છે કે, વેક્સિનનો અર્થ શું છે. જો કે એકસપર્ટનું માનવું છે કે વેક્સિન 100 ટકા કોરોનાથી રક્ષણ નથી આપતી પરંતુ સંક્રમણને ગંભીર થતું અટકાવે છે. આ સ્થિતિ વેક્સિન લેવી જરૂરી છે. ડોક્ટર્સનું પણ તારણ છે કે, વેક્સિન લીધા બાદ કોરોનાની ઘાતક અસરથી ચોક્કસ બચી શકાય છે.
કોરોના વેક્સિન 100 ટકા સંક્રમણથી ન બચાવતી હોવાથી વેક્સિન લીધા બાદ ચેપથી બચવા માટે કોવિડની ગાઇડલાઇનનું ચુસ્તતાથી પાલન કરવું જરૂરી છે. વેક્સિન લીધા બાદ પણ માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવુ અને વારંવાર હાથ ધોવાના નિયમનું જો પાલન કરવામાં આવે તો સંક્રમણથી બચી શકાય છે.
કોરોના મહામારીની જંગને જીતવા માટે જનસંખ્યાના 70 ટકા લોક વેક્સિનેટ થવા જરૂરી છે. એકસપર્ટના મત મુજબ જો જ્યાં સુધી કોમ્યુનિટી લેવલ ઈમ્યુનિટી કે હર્ડ ઈમ્યુનિટી સુધી નહીં પહોંચે ત્યાં સુધી કોઈએ પણ કોવિડના નિયમોને ન તોડવા જોઈએ. વેક્સિનેટ થયા બાદ કોવિડ પ્રોટોકોલનું ચુસ્તાથી પાલન કરવું જોઇએ.. સ્વચ્છતા, સામાજિક અંતર તેમજ માસ્ક સહિતના નિયમોનું પાલન કરવાથી કોરોનાથી બચી શકાય છે.
કોરોના વાયરસ મુદ્દે લોકોમાં કેટલીક ભ્રમણા છે. કેટલાક લોકો માને છે કે, એક વખત કોરોના સંક્રમિત થયા બાદ કોરોનાની વેક્સિન લેવી જરૂરી નથી. પરંતુ આ માન્યતા ખોટી છે. નિષ્ણાતના મત મુજબ એક વખત સંક્રમિત થયા બાદ પણ બીજી વખત સંક્રમિત થઇ શકે છે. અને તે ઘાતક પણ સાબિત થઇ શકે છે. તેથી કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ આવ્યાના 1 મહિના બાદ વેક્સિન લઇ લેવી જોઇએ.