શોધખોળ કરો
અહેમદ પટેલનુ કયા ગોટાળામાં નામ ઉછળતા પાર્ટીમાંથી કરાયા હતા સાઇડ લાઇન, જાણો વિગતે
અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં ગાંધી પરિવાર બાદ સૌથી શક્તિશાળી નેતા ગણાતા હતા, પાર્ટીમાં તેઓ અહેમદ ભાઇ કે એપી તરીકે પણ ઓળખાતા હતા. તેમના નિધનથી કોંગ્રેસને મોટી ક્ષતિ પહોંચી છે

નવી દિલ્હીઃ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને 71 વર્ષીય વરિષ્ઠ નેતા અહેમદ પટેલનુ બુધવારે વહેલી સવારે મેદાંતા હૉસ્પીટલમાં નિધન થઇ ગયુ, આ અગાઉ કોરોના પૉઝિટીવ નીકળતા અહેમદ પટેલને સારવાર માટે હૉસ્પીટલમાં દાખલ કરાયા હતા. અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં ગાંધી પરિવાર બાદ સૌથી શક્તિશાળી નેતા ગણાતા હતા, પાર્ટીમાં તેઓ અહેમદ ભાઇ કે એપી તરીકે પણ ઓળખાતા હતા. તેમના નિધનથી કોંગ્રેસને મોટી ક્ષતિ પહોંચી છે. ખાસ વાત છે કે અહેમદ પટેલનુ નામ વર્ષ 2008માં થયેલા નૉટ ફૉર વૉટ કૌભાંડમાં ઉછળ્યુ હતુ. આ ગોટાળા બાદ અહેમદ પટેલને પાર્ટીમાંથી સાઇડ લાઇન કરવામાં આવ્યા હતા. બીજેપીએ આરોપ લગાવ્યો હતો કે યુપીએ વિરુદ્ધ વામપંથી પ્રાયોજિત અવિશ્વાસ પ્રસ્તાવની આગળ સાંસદોને કેશ બતાવવામાં આવી હતી. જોકે, આ કેસની તપાસ કરનારી સંસદીય પેનલ તેમની વિરુદ્ધ કંઇપણ ન હતુ મળ્યુ. વર્ષ 2008માં ભારતીય સંસદમાં એક કલંકિત ઘટના ઘટી જેમાં મનમોહન સરકાર દ્વારા વિશ્વાસ મત હાંસલ કરવા માટે ચર્ચા દરમિયાન બીજેપીના ત્રણ સાસંદોએ સંસદમાં એક કરોડ રૂપિયાની નૉટેની ગડ્ડીઓ સંસદમાં બતાવી હતી. આ સાંસદોનો આરોપ હતો કે મનમોહન સરકારે સમાજવાદી પાર્ટીના અમરસિંહના મધ્યમથી તેમના મતને ખરીદવાની કોશિશ કરી હતી. આ કેસમાં અહેમદ પટેલનુ નામ પણ ઉછળ્યુ હતુ. છેલ્લા ત્રણ દાયકા કરતાં વધારે સમયથી રાજકારણમાં.... ભરૂચ જિલ્લાના નાનકડા પિરામણ ગામમાં 21 ઓગસ્ટ, 1949ના રોજ જન્મેલા અહમદભાઈ મોહમ્મદભાઈ પટેલની રાજકીય કારકિર્દી ભારે રોમાંચક રહી છે. અહમદ પટેલ સતત લાઈમલાઈટમાં રહ્યા છે ને આવી રાજકીય કારકિર્દી બહુ ઓછા રાજકારણીઓને મળે. 1976માં માત્ર 27 વર્ષની ઉંમરે ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીતીને રાજકીય સફર શરૂ કરનારા પટેલ 1977માં માત્ર 26 વર્ષની ઉંમરે જ ભરૂચ લોકસભા બેઠક જીત્યા હતા ને ઓ વખતે સૌથી યુવાન સાંસદ બન્યા હતા. અહેમદ પટેલની એ વખતની જીતે ઇન્દિરા ગાંધી સહિતના દિગ્ગજ કોંગી નેતાઓને પણ ચોંકાવી દીધા હતા. એ પછી 1980 અને 1984માં ફરી જીતીને તેમણે હેટ્રિક કરી પણ 1989માં પહેલી વાર ભાજપના ચંદુભાઈ દેશમુખ સામે હાર્યા. 1991માં ફરી હાર્યા પછી તેમણે લોકસભાની ચૂંટણી લડવાનું છોડ્યું અને 1993માં પહેલી વાર રાજયસભાના સાંસદ બન્યા. એ પછી તે વધુ ચાર વાર રાજ્યસભામાં ગયા ને ગુજરાતમાં સળંગ પાંચ વાર રાજ્યસભાની ચૂંટણીમાં જીતનારા એક માત્ર નેતા છે.
વધુ વાંચો





















