શોધખોળ કરો

દ. ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન સેવાને અસર, મુંબઈથી 13 ફ્લાઈટને સુરત કરાઈ ડાયવર્ટ

મહારાષ્ટ્ર અને દ. ગુજરાતમાં ભારે વરસાદના કારણે ટ્રેન અને હવાઈ સેવાને અસર થઈ હતી. મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન પર ટ્રેક પર પાણી ભરાયા હતા

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મહારાષ્ટ્ર, દ. ગુજરાતમાં વરસાદે ટ્રેન સેવાને ગંભીર અસર કરી.
  • ફસાયેલા મુસાફરો માટે બસ, હેલ્પલાઇન; રૂટમાં ફેરફાર કરાયા.
  • ખરાબ વિઝિબિલિટીથી મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટો ડાયવર્ટ, રદ.

મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ટ્રેન અને હવાઈ સેવાને અસર થઈ હતી. મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન પર ટ્રેક પર પાણી ભરાયા હતા. રેલવે ટ્રેક પર પાણી ભરાતા અમદાવાદ- મુંબઈ રેલ વ્યવહારને અસર થઈ હતી. બે કલાકથી વાપીથી મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. અનેક ટ્રેન નિર્ધારીત સમયથી મોડી દોડી રહી છે. ટ્રેક પરથી પાણી ઓસર્યા બાદ રેલ વ્યવહાર ફરીથી ચાલુ થશે. ટ્રેન વ્યવહાર ખોરવાતા અનેક મુસાફરો રઝળ્યા હતા. વાપી રેલવે સ્ટેશન પર યોગ્ય વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો. 

મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ભારે વરસાદના કારણે મુંબઈ અને ગુજરાતને જોડતા રેલવે તેમજ હવાઈ વ્યવહાર પર ખૂબ જ માઠી અસર પડી છે. મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. વાપીથી મુંબઈ વચ્ચે છેલ્લા બે કલાકથી ટ્રેનો અટવાઈ પડી છે અને અનેક ટ્રેનો પોતાના નિર્ધારીત સમય કરતાં કલાકો મોડી દોડી રહી છે. 

વલસાડ રેલવે સ્ટેશન પર હેલ્પલાઈન પણ શરૂ 

રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ જતાં પશ્ચિમ રેલવે દ્વારા તકેદારીના ભાગરૂપે અનેક ટ્રેનોને વલસાડ, વાપી અને નવસારી સ્ટેશનથી જ પરત (શોર્ટ ટર્મિનેટ) મોકલી દેવામાં આવી છે. રેલવે મુસાફરોની વહારે આવતા વલસાડ એસ.ટી. ડિવિઝન દ્વારા તાત્કાલિક મુંબઈ જવા માટે વિશેષ બસો દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ફસાયેલા મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે. આ સાથે જ મુસાફરોની પૂછપરછ અને સહાય માટે વલસાડ રેલવે સ્ટેશન પર હેલ્પલાઈન પણ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ, દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ભૂસ્ખલનની ઘટનાઓને કારણે રેલવે તંત્ર દ્વારા અનેક લાંબા અંતરની ટ્રેનોના રૂટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ-ચેન્નઈ ટ્રેનને હવે સુરત-જલગાંવ-મનમાડ-દૌંડ થઈને દોડાવવામાં આવશે. જ્યારે પૂણે-ભુજ ટ્રેન હવે દૌંડ-મનમાડ-જલગાંવ-સુરત થઈને દોડશે અને પૂણે-અમદાવાદ દુરંતો એક્સપ્રેસને દૌંડ-મનમાડ-જલગાંવ-કલ્યાણ થઈને ડાયવર્ટ કરવામાં આવી છે. રેલવે વિભાગે તમામ યાત્રિકોને મુસાફરીએ નીકળતા પહેલા પોતાની ટ્રેનનું વર્તમાન સ્ટેટસ ચેક કરી લેવા ખાસ અપીલ કરી છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના પાલઘરમાં આભ ફાટ્યું, ફક્ત 2 કલાકમાં 12 ઈંચ વરસાદ

વરસાદના કારણે હવાઈ સેવાને પણ અસર

માત્ર રેલવે જ નહીં પરંતુ મુંબઈમાં પડી રહેલા અવિરત વરસાદના કારણે હવાઈ સેવાને પણ અસર થઈ છે. ખરાબ વિઝિબિલિટી અને ભારે વરસાદને લીધે મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ ન કરી શકેલી 13 જેટલી ફ્લાઈટ તાત્કાલિક સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. આ સિવાય મુંબઈ એરપોર્ટથી ઓપરેટ થતી ઈન્ડિગોની દિલ્હી અને ઈન્દોર સહિતની ચાર મોટી ફ્લાઈટોને રદ કરવાની ફરજ પડી છે, જ્યારે અન્ય અનેક ફ્લાઈટો મોડી પડી છે. હવામાનની આ ગંભીર સ્થિતિને જોતા એર ઈન્ડિયા કંપનીએ મુસાફરો માટે વિશેષ એડવાઈઝરી જાહેર કરી છે. એરલાઇન્સે જણાવ્યું છે કે મુંબઈ અને દિલ્હીમાં પ્રતિકૂળ હવામાનના કારણે આગામી સમયમાં પણ હવાઈ સેવાઓ પ્રભાવિત થઈ શકે તેમ હોવાથી તમામ યાત્રિકોએ ઘર કે ઓફિસથી એરપોર્ટ જવા રવાના થતા પહેલા પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ઓનલાઈન ચોક્કસથી ચકાસી લેવું જેથી એરપોર્ટ પર હેરાનગતિથી બચી શકાય.

Frequently Asked Questions

ભારે વરસાદના કારણે કઈ સેવાઓને અસર થઈ?

મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ટ્રેન અને હવાઈ સેવાને અસર થઈ હતી. મુંબઈ અને ગુજરાતને જોડતા રેલવે તેમજ હવાઈ વ્યવહાર પર માઠી અસર પડી હતી.

ફસાયેલા મુસાફરો માટે શું વ્યવસ્થા કરવામાં આવી?

પશ્ચિમ રેલવે દ્વારા ઘણી ટ્રેનો વલસાડ, વાપી, નવસારીથી પરત મોકલાઈ. વલસાડ ST ડિવિઝને મુંબઈ જવા વિશેષ બસો દોડાવી અને વલસાડ રેલવે સ્ટેશન પર હેલ્પલાઈન પણ શરૂ કરી.

મુંબઈમાં વરસાદના કારણે હવાઈ સેવા પર શું અસર થઈ?

ખરાબ વિઝિબિલિટી અને ભારે વરસાદને લીધે મુંબઈ એરપોર્ટ પર 13 ફ્લાઈટ સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ. ઇન્ડિગોની ચાર મોટી ફ્લાઈટો રદ કરાઈ જ્યારે અન્ય અનેક ફ્લાઈટો મોડી પડી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget