શોધખોળ કરો
Advertisement
એઇમ્સમાં કોવેક્સીનનું ટ્રાયલ શરૂ, બે-ત્રણ મહિનામાં મળશે રિઝલ્ટઃ ડો. ગુલેરિયા
રણદીપ ગુલેરિયાએ કહ્યું, વેક્સીનને ત્રણ ફોર્મુલેશનમાં ટ્રાઇ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં અમે જોઈશું કે આ કેટલું સેફ છે અને તેનો કેટલો ડોઝ આપવો જોઈએ.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાને કહેર વધી રહ્યો છે. દેશની બે કંપનીએ રસી માટે માનવ પરીક્ષણ શરૂ કર્યુ છે. આ દરમિયાન આજે એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું, ફેઝ 1 વેકસીન ટ્રાયલ 18-55 વર્ષના તંદુરસ્ત લોકો પર કરાશે. જેમને કોઈ કો-મારબિડિટી નથી. ટ્રાયલ માટે કુલ 1125 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં પ્રથમ તબક્કામાં 375 તંદુરસ્ત લોકો પર અને બીજા તબક્કામાં 12-65 વર્ષના 750 લોકો પર ટ્રાયલ કરાશે.
તેમણે કહ્યું, વેક્સીનની સાથે એક કંટ્રોલ આર્મ પણ હશે. જેને અમે પ્લેસિબો કહીએ છીએ. કેટલાક લોકોને વેકસીન આપવામાં આવશે અને કેટલાકને કંટ્રોલ આર્મ. બંનેમાં ઈમ્યુનોજેનિટીનું અંતર જોવામાં આવશે. આ ટ્રાયલ એઇમ્સમાં થશે.
રણદીપ ગુલેરિયાએ કહ્યું, વેક્સીનને ત્રણ ફોર્મુલેશનમાં ટ્રાઇ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં અમે જોઈશું કે આ કેટલું સેફ છે અને તેનો કેટલો ડોઝ આપવો જોઈએ. વેક્સીનનો ડોઝ આપ્યા બાદ વોલંટિયર્સને કોઈ આડઅસર થાય છે કે નહીં તે ચકાસવામાં આવશે. ડેટા મોનિટરિંગ બોર્ડ ડેટા તૈયાર કરશે. જો અમને લાગશે કે સુરક્ષિત છે તો આગળ વધીશું અને ડોઝની માત્રા વધારીશું.
તેમણે કહ્યું, અમે ટ્રાયલ માટે મહિલા અને પુરુષો બંનેની પસંદ કરી રહ્યા છીએ. મહિલાનો પ્રેગ્નન્સી ટેસ્ટ નેગેટિવ આવવો જોઈએ. પહેલા 3 એમજી અને 6 એમજીના ડોઝ અપાશે. સૌથી મહત્વપૂર્મ વાત છે કે રસી સુરક્ષિત હોવી જોઈએ. બે-ત્રણ મહિના બાદ રિઝલ્ટ અમારી પાસે આવશે. વેક્સીન આપ્યા બાદ અમે જોઈશું કે તે વ્યક્તિમાં એન્ટી બોડીઝ વિકસિત થઈ રહી છે કે નહીં. જો કોઈ આડઅસર હશે તો તેનું મોનિટરિંગ કરવામાં આવશે.
સચિન પાયલટ કહેતો હતો- 'હું રિંગણ વેચવા નથી આવ્યો': CM અશોક ગેહલોત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement