શોધખોળ કરો
Advertisement
Coronavirus: એર ઈન્ડિયાએ ઈટલી, ફ્રાંસ, જર્મની સહિત ચાર દેશો માટે 30 એપ્રિલ સુધી રદ્દ કરી ફ્લાઈટ
એર ઈન્ડિયાએ 30 એપ્રિલ સુધી ઈટલી, ફ્રાંસ, જર્મની, સ્પેન,ઈઝરાયલ,દક્ષિણ કોરિયા અને શ્રીલંકા જતી ફ્લાઈટ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હી: દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કહેર વચ્ચે એર ઈન્ડિયાએ 30 એપ્રિલ સુધી ઈટલી, ફ્રાંસ, જર્મની, સ્પેન,ઈઝરાયલ,દક્ષિણ કોરિયા અને શ્રીલંકા જતી ફ્લાઈટ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. એર ઈન્ડિયાના એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે કોરોના વાયરસના ખતરાને જોતા સરકારી વિમાન કંપનીએ આ દેશો માટે ફ્લાઈટ રદ્દ કરી છે.
દેશમાં અત્યાર સુધીમાં 81 કેસની પુષ્ટી થઈ છે. શુક્રવારે કર્ણાટક, યૂપી અને હરિયાણામાં એક-એક કેસની પુષ્ટી થઈ છે. મહારાષ્ટ્રના નાગપુરમાં બે નવા કેસ સામે આવ્યા છે. બે લોકોને ટેસ્ટ પોઝિટિવ મળ્યા છે.
ભારતીય નેવી અનુસાર શુક્રવારે ઈરાનથી 44 ભારતીયોને લાવવામાં આવ્યા છે. તેમને મુંબઈના ઘાટકોપરમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
કોરોના વાયરસના હાહાકારના કારણે સમગ્ર વિશ્વ સહિત ભારત પણ પરેશાન છે. દેશમાં મોટાભાગના રાજ્યોમાં સ્કૂલ, કોલેજ અને થિયેટરો બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ તમામ પ્રકારના સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion