શોધખોળ કરો

ગુજરાતના પાડોશી રાજ્યમાં કોરોના સંક્રમણને પગલે મોટો નિર્ણય, 31 જાન્યુઆરી સુધી 1થી 12ની સ્કૂલો બંધ

ગુજરાત સહિત સમગ્ર દેશમાંકોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી તમામ ધો 1 થી 12 ધોરણ સુધીની સ્કુલો રહેશે બંધ. રાજકીય રેલીઓ પર પણ પ્રતિબંધ.

ભોપાલઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાંકોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી તમામ ધો 1 થી 12 ધોરણ સુધીની સ્કુલો રહેશે બંધ. રાજકીય રેલીઓ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 

દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,64,202 કોરોનાના કેસ નોંધાયા હતા. જે ગઈ કાલ કરતાં 6.7 ટકા વધારે છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 1,09,345 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે દેશના કુલ એક્ટિવ કેસ 12,72,073 થયા છે. દૈનિક પોઝિટીવી રેટ 14.78 ટકા છે. તો ઓમિક્રોના કુલ કેસો 5753 થયા છે.

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11,176  કેસ નોંધાયા છે. બીજી તરફ 4285  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,36,140 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 93.23 ટકાએ પહોંચ્યો છે.રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  5 મોત થયા. આજે 3,11,217 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3673, સુરત કોર્પોરેશનમાં 2690,  વડોદરા   કોર્પોરેશનમાં 950,  રાજકોટ કોર્પોરેશનમાં 440, વલસાડમાં 337, ગાંધીનગર કોર્પોરેશનમાં 319, ભરૂચમાં 308, સુરતમાં 243, ભાવનગર કોર્પોરેશનમાં 198. જામનગર કોર્પોરેશનમાં 170, નવસારીમાં 155, ગાંધીનગરમાં 134, રાજકોટમાં 133, કચ્છમાં 129, મહેસાણામાં 117, આણંદમાં 103, ખેડામાં 101, વડોદરામાં 97, અમદાવાદમાં 81, પાટણમાં 80, મોરબીમાં 78, બનાસકાંઠામાં 75, ગીર સોમનાથમાં 69, જૂનાગઢ કોર્પોરેશનમાં 68, સુરેન્દ્રનગરમાં 56, અમરેલીમાં 52, સાબરકાંઠામાં 51, જામનગરમાં 46, દાહોદમાં 39, ભાવનગરમાં 38, પંચમહાલમાં 29, દેવભૂમિ દ્વારકામાં 28, મહીસાગરમાં 28, નર્મદામાં 19, જૂનાગઢમાં 17, તાપીમાં 10, અરવલ્લીમાં 5, પોરબંદરમાં 5, છોટા ઉદેપુરમાં 3, ડાંગમાં 2 નવા કેસ નોંધાયા છે. ફક્ત બોટાદ જિલ્લામાં જ એક પણ નવો કોરોનાનો કેસ નોંધાયો નથી.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 50,612  કેસ છે. જે પૈકી 64 વેન્ટીલેટર પર છે, જ્યારે 50,548 નાગરિકો સ્ટેબલ છે. 8,36,140 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,142 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 5  મૃત્યુ થયા. અમદાવાદ કોર્પોરેશનમાં એક, સુરત કોર્પોરેશનમાં એક, વલસાડમાં એક, રાજકોટમાં એક, ભાવનગરમાં એકના મોત થયા હતા.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 27 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 731 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 10082 લોકોને પ્રથમ અને 28,720 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 55,215 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 76,820 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 50,582 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 89,040 લોકોને અપાયો છે.  આજે કુલ 3,11,217 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,44,44,918 લોકોને રસી અપાઈ છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Embed widget