RSSનું મોટું સંમેલન, ગુરુગ્રામમાં આ તારીખથી વિકસિત ભારત કાર્યક્રમ, દેશભરમાંથી સંશોધકોને બોલાવ્યા
Vikasit Bharat Program: રાષ્ટ્રીય સ્તરે આટલી મોટી સંખ્યામાં સંશોધકોને આમંત્રિત કરવામાં આવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે
Vikasit Bharat Program: સંશોધકોની અત્યાર સુધીની સૌથી મોટી કૉન્ફરન્સ સરસંઘચાલક ડૉ.મોહન ભાગવતની હાજરીમાં યોજાવા જઈ રહી છે. સંઘ સાથે સંકળાયેલા ભારતીય શિક્ષણ મંડળના બેનર હેઠળ 15-17 નવેમ્બરના રોજ ગુરુગ્રામની SGT યૂનિવર્સિટીમાં તેનું આયોજન કરવામાં આવશે. માત્ર સંશોધકોની કૉન્ફરન્સ જ નહીં પરંતુ રિસર્ચ પેપર લેખન સ્પર્ધા પણ યોજાશે.
આ કૉન્ફરન્સમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, નૌકાદળના વડા દિનેશ ત્રિપાઠી, ઈસરોના વડા એસ સોમનાથ, સ્વામી રામદેવ, ભૂતપૂર્વ CJI જસ્ટિસ બોબડે અને જસ્ટિસ ગોગોઈ સહિત વિવિધ ક્ષેત્રની હસ્તીઓ પણ સંશોધકો સાથે બેઠક કરશે.
મોટી સંખ્યામાં સંશોધકોને કર્યા આમંત્રિત
તાજેતરમાં આવા કાર્યક્રમોમાં વધારો થયો છે. સંઘે હંમેશા સંશોધન પર ભાર મૂક્યો છે. પરંતુ રાષ્ટ્રીય સ્તરે આટલી મોટી સંખ્યામાં સંશોધકોને આમંત્રિત કરવામાં આવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે. સંશોધકોના ભાવિ કાર્યને ભૂતકાળની સિદ્ધિઓ સાથે જોડવામાં આવનારા દિવસોમાં આ મોટી ભૂમિકા ભજવશે. સંશોધન પરિષદ દ્વારા યુવા સંશોધકો ભારતીય જ્ઞાન પરંપરા અને ભારત કેન્દ્રિત અભિગમને સમાવીને વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ યોગદાન આપશે.
સરસંઘચાલક પ્રદર્શનીનું કરશે ઉદઘાટન
સંશોધકોનો આ કાર્યક્રમ 15 નવેમ્બરથી શરૂ થશે અને તે જ દિવસે સવારે 10 વાગ્યે સંઘ પ્રમુખ મોહન ભાગવત સ્થળ પર પહોંચશે, ત્યારબાદ સંઘ પ્રમુખ એક પ્રદર્શનનું ઉદઘાટન પણ કરશે. ખાસ વાત એ છે કે તેમાં 168000 થી વધુ પ્રતિભાગીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અને 1200 ઉત્કૃષ્ટ સંશોધન પત્રોની પસંદગી કરવામાં આવી છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત તેમનું સન્માન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, યોગ ગુરુ બાબા રામદેવ, ડૉ. મનમોહન વેદ, ઈસરોના અધ્યક્ષ, RSSના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમાર સહિત તમામ મહાનુભાવો હાજર રહેશે.
આ પણ વાંચો
Alcohol Facts: દારૂ પીધા પછી લોકો કેમ થઇ જાય છે ટલ્લી, જાણી લો આજે