શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ રાજ્યમાં આજથી ખુલી ગયા તમામ ધાર્મિક સ્થળો, લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી બંધ રાખવામાં આવ્યા હતા
તમામ ધાર્મિક સ્થળોએ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં આજથી તમામ ધાર્મિક સ્થળો ખુલી ગયા છે. નાસિકનું શિરડી મંદિર, મુંબઈનું સિદ્ધી વિનાયક મંદિર, હાજી અલી સહિતના ધાર્મિક સ્થળો આજથી શ્રદ્ધાળુઓમાટે ખુલ્લા મુકવામાં આવ્યાં છે. તમામ ધાર્મિક સ્થળોએ કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. ધાર્મિક સ્થળો ખુલતા જ વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. કોરોનાને લીધે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ સૌથી વધારે હોવાથી અત્યાર સુધી ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી મહારાષ્ટ્ર સરકારે આપી નહોતી. જ્યારે હવે ઉદ્ધવ ઠાકરેએ સોમવારથી ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપીને લોકોને દિવાળીની ભેટ આપી છે.
જો કે તમામ ધાર્મિક સ્થળોએ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. મહત્વનું છે કે નાસિકનું શિરડી તથા મુંબઈનાં સિધ્ધી વિનાયક જેવા મહારાષ્ટ્રમાં અનેક પ્રસિદ્ધ મંદિરો છે. જ્યાં ગુજરાતમાંથી પણ અનેક ભક્તો સમયાંતરે દર્શન કરવા જતા હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion